બૅન્ગકૉકનું યુનિકૉર્ન કૅફે છે વિશ્વનું સૌથી કલરફુલ સ્થળ

23 November, 2019 11:35 AM IST  |  Mumbai Desk

બૅન્ગકૉકનું યુનિકૉર્ન કૅફે છે વિશ્વનું સૌથી કલરફુલ સ્થળ

થાઇલૅન્ડમાં બૅન્ગકૉક ગયા હો અને યુનિકૉર્ન, પોનીઝ કે રંગોના ચાહકો માટે તો ‘યુનિકૉર્ન કૅફે’ની મુલાકાત લેવી જ જોઈએ. સાચું સમજ્યા ત્યાં તમારી ધારણા અનુસાર કૅફેમાં યુનિકૉર્ન આકારનાં રમકડાં મેઘધનુષ અને ખાવાની રંગબેરંગી ચીજો જોવા મળશે.

યુનિકૉર્ન કૅફેને રંગીન સ્થળ કહેવું જરાય ઓછું નહીં લાગે, કેમ કે અહીં દરેક ચીજ રંગીન છે, ખોરાક પણ જેમ કે મલ્ટિ લેયર્ડ કેક, સ્પૅગેટી અને અન્ય ચીજો. પ્લાસ્ટિકના ઝુમ્મર, છત પર લટકતાં યુનિકૉર્નના આકારનાં મુલાયમ રમકડાં, મલ્ટિ લેયર્ડ સોફા તથા નાના કદનાં પોની જેવાં રમકડાં બધું જ. આ એક એવું સ્થળ છે જે કદાચ સપનામાં જ હોઈ શકે.
૨૦૧૨માં શરૂ કરાયેલા આ કૅફેની કોઈ શાખા નથી. જોકે ૨૦૧૭માં માત્ર ૧૦ મીટરના અંતરે બીજું કૅફે શરૂ થયું છે. આ બન્ને કૅફે ઝોન-એ અને ઝોન-બી તરીકે ઓળખાય છે. યુનિકૉર્ન કૅફેમાં દરેક ચીજો રંગબેરંગી જોવા મળશે અને જો કોઈ ડિશ રંગીન ન બનાવી શકાય તો એના પર ખાઈ શકાય એવાં યુનિકૉર્નનાં શિંગડાં સજાવીને સર્વ કરાય છે.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

offbeat news bangkok