ઓસ્ટ્રેલિયાઃ જ્યારે કુદરતી ક્રિયા દરમિયાન કમોડમાંથી નીકળ્યો સાપ

30 January, 2019 10:23 AM IST  | 

ઓસ્ટ્રેલિયાઃ જ્યારે કુદરતી ક્રિયા દરમિયાન કમોડમાંથી નીકળ્યો સાપ

કમોડમાંથી નીકળ્યો સાંપ

દૈનિક ક્રિયાઓ એ દરેકનું રૂટિન હોય છે. કોઈને પેપર વાંચ્યા પછી આવે તો કોઈને ચા પીધા પછી. ગુરુશંકા વિશે અજબગજબ ઘણી વાતો વાંચી હશે. વળી વ્યસનીઓ માટે તો વ્યસન કર્યા વગર ક્રિયા ન થાય એવું પણ હોય. તો ક્યારેક એવા કિસ્સા પણ સાંભળ્યા હશે જ્યારે કુદરતી ક્રિયા કર્યા બાદ પાણી કે ટિશ્યુ પેપર ન મળે તો.

પણ, ઓસ્ટ્રેલિયામાં તો કમોડનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે એ જાણીને તમે જ્યારે જ્યારે જશો ત્યારે ત્યારે પહેલા આખું ટોઈલેટ ચેક કરીને જ બેસશો. હકીકતમાં ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં એક વ્યક્તિએ સવારે પ્રેશર આવતા ટોયલેટનો દરવાજો ખોલ્યો. આમ તો આ ભાઈ સવારની ક્રિયા કરવા જ ગયા હતા, પરંતુ ટોઈલેટ ખોલતા જ કંઈક એવું દેખાયું કે બધું પ્રેશર હવા થઈ ગયું.

બ્રિસ્બેનના આ ભાઈએ જેવો ટોઈલેટનો દરવાજો ખોલ્યો તો કમોડની અંદર સાપ બેઠો હતો. એક તો વહેલી સવારે ઘરમાં બધાને કામ પર જવાની ઉતાવળ, ઉપરથી પ્રેશરનું પ્રેશર અને કમોડમાં તો આ સાપ ભાઈ કબજો કરીને બેઠા હતા. તમે જ વિચારો આખા પરિવારની હાલત કેવી થઈ હશે. આ પરિવારનું કહેવું છે કે તે દિવસ અમારા આખા પરિવાર માટે સૌથી ભયાનક દિવસ હતો.

ફૉક્સ ન્યૂઝ અને ઑસ્ટ્રેલિયા ન્યૂઝ ડૉટ કૉમ પ્રમાણે પરિવારના એક સભ્યને ટૉયલેટના કમોડમાં એક કાર્પેટ પાઈથૉન દેખાયો. જેના પછી તેના અવાજ કરવાને કારણે પરિવારના અન્ય સભ્યો ત્યાં આવી પહોંચ્યા અને આવું ભયાવહ દ્રશ્ય જોયો. પરિવારે ગભરાયેલી સ્થિતિમાં ત્યાંના સ્થાનિક સાપ પકડનારને બોલાવવામાં આવ્યો અને તેણે મુશ્કેલીને પરિવારને ઉગારી લીધો.

આ પણ વાંચો : પેઇનકિલરનું પ્લાસ્ટિક રૅપર મહિલાના ગળામાં 17 દિવસ સુધી ભરાઈ રહ્યું

આ જ બ્રિસબેન સ્નેક કેચર્સ દળે એક સભ્ય, જેનું નામ સ્ટીવર્ટ લેલોર છે. તેણે આ આખી ઘટના ફેસબુક પર શૅર કરી. જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. આમ તો લેલોરનું કહેવું છે કે તેને સાપ પકડવામાં વધુ મહેનત કરવી પડી નહોતી. તેણે કહ્યું તે પ્રમાણે તેણે માત્ર મોજા પહેરીને કમોડમાં હાથ નાખ્યો અને તે સાપને પકડી પાડ્યો. કાર્પેટ પાઈથન ક્વીસલેન્ડમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે જો કે કોઈ ટૉયલેટમાં પહોંચવાના ઘટનાઓ ક્યારેક જ થતાં હોય છે. હશે ભાઈ સાપને પણ કુદરતી ક્રિયા તો કરવી હોય ને !

ચાલો આ પરિવારે તો ખાધુ પીધુને રાજ કર્યું, પણ જરા વિચારો બેઠા પછી જો સાપ નીકળે તો...

offbeat news