દુલ્હો રેડ ઝોનનો દુલ્હન ગ્રીન ઝોનની, બૉર્ડર પર જ કર્યા લગ્ન

04 May, 2020 05:57 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

દુલ્હો રેડ ઝોનનો દુલ્હન ગ્રીન ઝોનની, બૉર્ડર પર જ કર્યા લગ્ન

પ્રતીકાત્મક તસવીર

28 વર્ષના અરવિંદ કુમારે 25 વર્ષની છાયા રાણી સાથે લગ્ન કરવા માગતા હતા, પણ અડચણ એ હતી કે અરવિંદ યૂપીના એ વિસ્તારમાં રહે છે જે કોરોના રેડ ઝોન છે. તો છાયા ઉત્તરાખંડના ગ્રીન ઝૉન વિસ્તારની રહેવાસી છે. એવામાં લગ્ન કેવી રીતે થાય, તે માટે ઘરના લોકોએ એક સરસ મજાનો રસ્તો શોધી કાઢ્યો. શનિવારે બિજનૌરના રેહર વિસ્તારમાં રહેતા દુલ્હા અરવિંદે જિલ્લા પ્રશાસન પાસેથી ટ્રાવેલ પાસ મેળવી અને ઉધમ સિંહ નગરના જસપુરમાં પોતાની દુલ્હનના ઘર માટે રવાના થઇ ગયા. જે તેમના ઘરથી 150 કિમી દૂર ઉત્તરાખંડમાં છે. જો કે, તે જેવા બિજનૌરની સીમા પર પહોંચ્યા કે ત્યાં પોલીસે તેમને અટકાવી દીધા. પોલીસે જણાવ્યું કે તે આથી આગળ નહીં જઈ શકે. કારણકે સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

બૉર્ડર સીલ હોવાથી ચાલીને અંદર જઈ શકાયું નહી
બૉર્ડર સીલ સિવાય પોલીસે રેડ ઝૉનમાં રહેતાં લોકોને ગ્રીન ઝૉનમાં જવાની પરવાનગી નથી. અરવિંદે તરત જ દુલ્હનના પરિવારને ફોન કર્યો અને આખી વાત જણાવી. વર-કન્યા બન્ને પક્ષોમાં નવી યોજના બનાવવામાં આવી અને દુલ્હને પોતાના માતા-પિતા અને પુજારી સાથે ધરમપુરા પોલીસ પિકેટ પર પહોંચી, જે ઉત્તરાખંડ બૉર્ડર પર છે. અરવિંદ પણ પોતાના પૂજારી સાથે ત્યાં પહોંચ્યો અને બૉર્ડર પર જ લગ્ન કર્યા.

પોલીસે બૉર્ડર પર લગ્ન કરવાની આપી પરવાનગી
અરવિંદે કહ્યું કે, "અમે બધાં તો આશા ખોઈ ચૂક્યા હતા કે જ્યારે પોલીસ કર્મચારીઓએ તેમને ઉત્તરાખંડમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી નહોતી. પણ, ખૂબજ મનાવ્યા બાદ, તેમણે લગ્ન બૉર્ડર પર કરવાની પરવાનગી આપી. તેમણે ધરમપુરા ચેક-પોસ્ટ પર લગ્ન કરામાં પણ અમારી મદદ કરી." ધરમપુરા ચેક-પોસ્ટના પ્રભારી જીડી ભટ્ટે કહ્યું કે, "અમે તેમને જવાની પરવાનગી આપી શકતાં નહોતા. અરવિંદ મનિયાવાલા ગામની નજીક રહે છે, જ્યાં બે વ્યક્તિ ગયા મહિને કોરોના પૉઝિટિવ આવ્યા હતા. પછી, બન્ને પરિવારોને સીમાવર્તી ક્ષેત્રમાં પહોંચવાની પરવાનગી આપવામાં આવી. તે અમારી પોસ્ટ પર આવ્યા અને અમે તેમની મદદ કરી. દુલ્ગા-દુલ્હને આ લગ્નની વિધિઓ કરી."

વિધિ-વિધાનથી થયા લગ્ન
આ લગ્નમાં પોલીસ કર્મચારીઓએ પણ ભાગ લીધો અને નવવિવાહિત જોડાને આશીર્વાદ આપ્યા. લગ્નની વિધિઓ દરમિયાન બધાંએ સામાજિક અંતર જાળવી રાખ્યો. બિજનૌર જિલ્લો રેડ ઝૉનમાં આવે છે કારણકે 31 લોકો અહીં કોરોના પૉઝિટીવ આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે બન્ને રાજ્યોની સીમા પર સ્થિત ઓછામાં ઓછા લગભગ 185 ગામ છે, અને અહીં અંતર-રાજકીય લગ્ન સામાન્ય છે પણ પોલીસ ચોકીએ લગ્નની આ પહેલી ઘટના છે.

uttar pradesh uttarakhand national news offbeat news