બાળક માતૃભૂમિની માટી પર પહેલું ડગલું મૂકે એ માટે પિતાએ ખર્ચ્યા 200 ડૉલર

27 January, 2020 07:52 PM IST  |  Mumbai Desk

બાળક માતૃભૂમિની માટી પર પહેલું ડગલું મૂકે એ માટે પિતાએ ખર્ચ્યા 200 ડૉલર

સામાન્ય રીતે આપણને બધાને પોતાની જન્મભૂમિથી ખૂબ જ પ્રેમ હોય છે. અહીંની માટી પ્રત્યે એક જુદાં પ્રકારની જ લાગણી હોય છે. સ્ટડી અને નોકરી માટે ભલે કેટલા પણ દૂર કેમ ન જઈએ પણ જન્મભૂમિ પ્રત્યે પ્રેમ ક્યારેય ઓછો નથી થતો. આવી જ દીવાનગી સાત સમુદ્ર પાર અમેરિકામાં પણ જોવા મળી છે. અહીં એક વ્યક્તિની માટી પ્રત્યે દીવાનગી છે કે તેમણે પોતાના બાળકોના પહેલા પગલા માટે પોતાની માતૃભૂમિની માટી ખરીદીને મંગાવી છે. તેની માટે તેમણે 200 ડૉલર રૂપિયા ખર્ચ કર્યા છે.

ટોની ટ્રેકોની અમેરિકાના પ્રાંત ટેક્સાસમાં રહે છે. અહીં તેનો જન્મ થયો અને આગળની સ્ટડિ પણ અહીં જ થઈ. તે સેનાનો જવાન છે. ટોની ટ્રેકોની ઇચ્છતો હતો કે જ્યારે પણ તેના બાળકનો જન્મ થાય, તો તે અમેરિકા એટલે કે તેની માતૃભૂમિ પર જ થાય. પણ જ્યારે વાઇફ પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેની પોસ્ટિંગ ઇટલીના પ્રાંત પડુઆમાં થઈ. તેને આશા હતી કે ડિલીવરી સુધી તે પોતાના દેશમાં પાછો ફરી જશે. પણ એવું થયું નહીં. તેથી તેણે નિર્ણય લીધો કે તે પોતાના દેશની માટી ખરીદીને મંગાવે.

આ પણ વાંચો : બોલીવુડ સિતારાઓએ કરી બીચની સાફસફાઇ....

ટોનીએ ડિલીવરીથી એક મહિના પહેલા પોતાના પ્રાંત ટેક્સાસની માટી ઇટલી મંગાવી. જેથી જ્યારે તેનું બાળક આ વિશ્વમાં આવે ત્યારે તે પહેલું પગલું તે જ માટી પર રાખે, જ્યાં તેના માતા-પિતા જન્મ્યા અને મોટા થયા. આની માટે તેણે ટેક્સાસામાં પોતાના પેરેન્ટ્સને કહ્યું કે તે એક કન્ટેનરમાં માટી ભરીને શિપ દ્વારા ઇટલી મોકલી દે. તેના પેરેન્ટ્સે આવું કર્યું પણ. આવી માટે તેને 200 ડૉલર (લગભગ 14 હજાર રૂપિયા) ખર્ચ કરવા પડ્યા.

international news offbeat news