ડૉક્ટરોએ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટર

15 September, 2019 09:39 AM IST  |  અમેરિકા

ડૉક્ટરોએ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટર

ડૉક્ટરોએ બનાવ્યું વિશ્વનું સૌથી મોટું પ્લાસ્ટર

અમેરિકાના શિકાગોની નૉર્થશોર ઑર્થોપેડિક ઍન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડૉક્ટરોએ હાડકાં અને સાંધાની હેલ્થની જાગૃતિ માટે રેકૉર્ડબ્રેક ગતકડું કર્યું છે. હાડકું ભાગે એટલે સફેદ પ્લાસ્ટર લગાવીને અમુક અઠવાડિયાઓ સુધી એને સાંધવા માટે સ્થિર રાખવું પડે છે. ડૉક્ટરોએ પગમાં લગાવવાના આ પ્લાસ્ટરનું જાયન્ટ વર્ઝન તૈયાર કર્યું છે. જો કોઈ વ્યક્તિ ૭૮ ફુટ ઊંચી હોય તો તેના પગને સાંધવા માટે જેટલી લંબાઈનું પ્લાસ્ટર લગાવવું પડે એ તૈયાર કર્યું છે. આ પ્લાસ્ટર કાસ્ટ ૧૨ ફુટ લાંબુ અને પાંચ ફુટ પહોળું છે.

આ પણ વાંચો : 45 વર્ષથી આ વકીલભાઈ નાસ્તામાં કાચ ખાય છે

સ્કોકી શહૈરના વેસ્ટફીલ્ડ ઓલ્ડ આર્કેડ મૉલમાં આ ઑર્થોપેડિક કાસ્ટ જોવા મૂકવામાં આવશે અને ગિનેસ દ્વારા આ હૉસ્પિટલને જાયન્ટ પ્લાસ્ટર કાસ્ટ બનાવવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

offbeat news hatke news