અધધધધ.... એક ઘરમાંથી નીકળ્યા પૂરા 45 સાપ

28 March, 2019 06:28 PM IST  |  ટેક્સાસ

અધધધધ.... એક ઘરમાંથી નીકળ્યા પૂરા 45 સાપ

તમે માનો કે ના માનો પણ વાત સાચી છે. ઘટના અમેરિકાના ટેક્સાસની છે. જ્યાં એક ઘરમાં સાપ સહકુટુંબ રહેતા હતા. અને ઘરમાં રહેતા લોકોને તેની કાનોકાન ખબર પણ નહોતીં. ઘરમાં રહેતો એક પણ વ્યક્તિ નહોતો જાણતો કે તેઓ સાપ સાથે સહકુટુંબ રહી રહ્યા છે. આ તો ભલું થજો ઘરમાં થયેલા ઈલેક્ટ્રિક ફોલ્ટનું, જેના કારણે સાપનું રહેઠાણ મળ્યું. નહીં તો આ વસવાટ આમ જ ચાલતો રહેત. કોના ઘરમાં કોણ એ જ ખબર ન પડત.

ઘટના કંઈક એવી બની કે જ્યારે મકાન માલિકના ઘરમાં કેબલનો વાયર ખરાબ થયો, તો મહાશયે ઈલેક્ટ્રિશિયનને બોલાવ્યા. ઈલેક્ટ્રિશિયને ભોંયરામાં જઈને તપાસ કરી. અને જે જોયું કે ભાઈ તો પરસેવે રેબઝેબ થઈ ગયા. અને થાય પણ કેમ નહીં. ઘોર અંધારામાં આ ઈલેક્ટ્રિશિયનની સામે હતા પૂરા 45 સાપ. ભાઈને તો સ્વર્ગના દરવાજા જ દેખાઈ ગયા હશે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે આટલા બધા સાપને જોઈ મકાન માલિક ગભરાઈ ગયા. અને તાત્કાલિક સાપ પકડનારી ટીમને બોલાવી. બિગ કંટ્રી સ્નેક રિમૂવલ નામની ટીમે સાપને પકડતા પહેલા એક વીડિયો બનાવ્યો. તમે પણ જુઓ વીડિયો. વિશ્વાસ ન થતો હોય તો ગણી લો પૂરા 45 જ છે.

 

આ વીડિયો સ્નેક રિમૂવલ ટીમે પોતાના ફેસબુક પેજ પર મૂક્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 19 લાખ વખત જોવાઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ત્યારે અને અત્યારેઃ શું તમે ઓળખી શકશો આ મહિલા રાજકારણીઓને?

આ ગ્રૂપે પોતાની પોસ્ટમાં કહ્યું છે કે મકાન માલિકના ફોન બાદ અમે પહોંચ્યા તો અમને એમ કે એકાદ સાપ હશે. પરંતુ અમે જ્યારે એક સાથે આટલા સાપ જોયા, તો અમે પણ ચોંકી ઉઠ્યા. હાલ તો આ ટીમે આ સાપના દરને ઘર બનાવી દીધું છે. પરતુ ટેક્સાસમાં આવી ઘટના પહેલીવાર નથી બની. આ પહેલા 2018ના ડિસેમ્બર મહિનામાં પણ ટેક્સાસના એક ઘરમાંથી 30 સાપ મળી આવ્યા હતા.

offbeat news hatke news