1 પરિવારના 25 સભ્યોના હાથ-પગમાં 20થી વધુ આંગળીઓ

20 September, 2019 09:44 AM IST  |  મધ્ય પ્રદેશ

1 પરિવારના 25 સભ્યોના હાથ-પગમાં 20થી વધુ આંગળીઓ

1 પરિવારના 25 સભ્યોના હાથ-પગમાં 20થી વધુ આંગળીઓ

દરેક માણસના એક હાથમાં પાંચ અને એક પગમાં પાંચ એમ કુલ વીસ આંગળીઓ હોય છે. જોકે મધ્ય પ્રદેશના એક પરિવારના લગભગ દરેક સભ્યના હાથ-પગની આંગળીઓની સંખ્યા વધુ છે. બેતુલ જિલ્લામાં રહેતા આ પરિવારના હાથ-પગમાં દસ-દસથી વધુ આંગળીઓ હોવાને કારણે તેમને ભણવામાં અને નોકરી મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. બળદેવ ચાવલાનું કહેવું છે કે તેમના પરિવારમાં લગભગ પચીસ સભ્યો એવાં છે જેમના હાથ કે પગમાં દસથી વધુ આંગળીઓ હોય. એને કારણે સ્કૂલમાં લોકો તેમને ચીડવે છે અને બાળકો સ્કૂલનો અભ્યાસ પણ પૂરો નથી કરી શક્યા. આંગળીઓની સંખ્યા વધુ હોવાથી નૉર્મલ લોકો માટેનાં ચંપલ તેમના પગમાં આવતા નથી. બળદેવભાઈના હાથમાં કુલ ૧૨ આંગળીઓ અને પગમાં ૧૪ આંગળીઓ છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં ગુસ્સે ભરાયેલા પતિએ કાપી નાખ્યું પત્નીનું નાક

વધુ આંગળીઓને કારણે તેમને કોઈ નોકરી પણ નથી આપતું. પરિવારના લોકોને કમાવા અને પેટ ભરવાના ફાંફાં છે, પરંતુ આ ખાસિયતને કારણે તેઓ દૂર-દૂર સુધી ફેમસ થઈ ગયા છે. લોકો દૂરથી તેમની અજીબોગરીબ આંગળીઓ જોવા માટે આવે છે.

madhya pradesh offbeat news hatke news