આ ભાઈ એક છતથી બીજી છત પર ફ્લિપ મારે છે અને દીવાલ પર લટકી કપડાં બદલે છે

25 May, 2019 12:54 PM IST  | 

આ ભાઈ એક છતથી બીજી છત પર ફ્લિપ મારે છે અને દીવાલ પર લટકી કપડાં બદલે છે

હવામાં લટકીને કપડા બદલતો અલીરેઝા જપલાગી પાર્કુર

કંઈક સાહસિક કરવાની ઘેલછા જ્યારે અતિશય ‌તીવ્ર બની જાય ત્યારે ખાસ કરીને યુવાનો જે હદે જીવ જોખમમાં મૂકી દે છે એ જોઈને કાચાપોચાનું તો હૃદય જ બેસી જાય. પોતાની યુટ્યુબ ચૅનલ ધરાવતો અલીરેઝા જપલાગી પાર્કુર તરીકે જાણીતી આર્ટમાં માહેર છે. એ બૉડી પરનું એટલું જબરું સંતુલન ધરાવે છે કે તે પંદર-વીસ માળના બ્લિડિંગની પાળી પર ઉપરાછાપરી ફ્લિપ્સ અને બૅકફ્લિપ્સ આરામથી મારી શકે છે.

ફ્રી-રનિંગ તેના ડાબા હાથનો ખેલ છે અને સ્પાઇડરમૅનની જેમ એક છત પરથી બીજી છત પર ઠેકડા મારવામાં પણ તેનો મુકાબલો થઈ શકે એમ નથી. આ ભાઈસાહેબે તાજેતરમાં પોતાના ડેરડેવિલ કહેવાય એવા વિવિધ સ્ટન્ટ્સનો એક વિડિયો કમ્પાઇલ કરીને તૈયાર કર્યો છે. એમાં તે ૧૬ માળના મકાનની દીવાલ પર એક હાથે લટકીને પોતાનાં કપડાં ચેન્જ કરતો જોવા મળે છે.

આ પણ વાંચો: જમાઈએ દહેજ લેવાની ના પાડતાં કન્યાના પિતાએ ૧૦૦૦ પુસ્તક ગિફ્ટ આપ્યા

એક બહુમાળી ઇમારતની પાળી પરથી બૅકફ્લિપ મારીને તે દસ-બાર ફુટ દૂર આવેલી બીજી છત પર લૅન્ડ થાય છે. આ સ્ટન્ટ જોવામાં બહુ થ્રિલિંગ લાગે છે, પણ જે દિવસે એક નાની ગરબડ થશે એ દિવસે તેનો જીવ બચાવવાનું મુશ્કેલ થઈ જશે. આ વાત તે પોતે પણ જાણે છે, પણ તેને લાગે છે કે જો તેના જીવનમાં આવી થ્રિલ નહીં રહે તો જીવવાની મજા જ નહીં આવે.

hatke news offbeat news