ઍર એશિયાએ પ્લેનમાં પીરસાતી ચીજોની રેસ્ટોરાં શરૂ કરી મલેશિયામાં

07 December, 2019 11:50 AM IST  |  Malaysia

ઍર એશિયાએ પ્લેનમાં પીરસાતી ચીજોની રેસ્ટોરાં શરૂ કરી મલેશિયામાં

એર-એશિયા

સામાન્ય રીતે ઍર-ટ્રાવેલ દરમ્યાન ઍરલાઇન દ્વારા પીરસાતું ખાવાનું કંઈ ખાસ હૅપનિંગ નથી હોતું. મોટા ભાગે લોકો ઍરપોર્ટ પર જ ખાઈ લેવાનું અથવા તો લૅન્ડ થયા પછી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઍર એશિયા ઍરલાઇન્સ માને છે કે એમની ફ્લાઇટ્સમાં પીરસાતી વાનગીઓ લોકપ્રિય છે અને એને શહેરની રેસ્ટોરાંમાં ખાવા માટે રૂપિયા ખર્ચવા ઉત્સુક લોકો પણ છે. એશિયાની બજેટ ઍરલાઇન ઍર એશિયાની યોજના મુજબ આગામી પાંચ વર્ષમાં વિશ્વમાં ૧૦૦ કરતાં વધારે રેસ્ટોરાં ખોલવામાં આવશે. એ રેસ્ટોરાંમાં ઍર એશિયાની ફ્લાઇટ્સમાં પીરસાતી વાનગીઓ જ પીરસાશે. ઍર એશિયા જેને લોકપ્રિય વાનગીઓ ગણાવે છે એમાં નૂડલ્સ અને ગાર્લિક રાઇસ જેવી ગણીગાંઠી ચીજોને બાદ કરતાં મોટા ભાગે નૉન-વેજ આઇટમો જ હોય છે. 

આ પણ વાંચો : સોનાનું ટૉઇલેટ બનાવનારા આર્ટિસ્ટનું ડક્ટ-ટેપ લગાવેલું કેળું 85 લાખમાં વેચાયું

ઍર એશિયાની પ્રથમ ગ્રાઉન્ડેડ રેસ્ટોરાં ‘સન્ટેન’ તાજેતરમાં મલેશિયાની રાજધાની ક્વાલા લમ્પુરના શૉપિંગ મૉલમાં ખૂલી છે. સરેરાશ દરેક ડિશ ત્રણેક ડૉલર (લગભગ ૨૨૫ રૂપિયા)ની છે. આ રીતે ઇન ફ્લાઇટ ડિશને ગ્રાઉન્ડ પર લાવનારી પ્રથમ ઍરલાઇન ઍર એશિયા છે.

offbeat news hatke news