Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સોનાનું ટૉઇલેટ બનાવનારા ડક્ટ-ટેપ લગાવેલું કેળું 85 લાખમાં વેચાયું

સોનાનું ટૉઇલેટ બનાવનારા ડક્ટ-ટેપ લગાવેલું કેળું 85 લાખમાં વેચાયું

07 December, 2019 11:28 AM IST | America

સોનાનું ટૉઇલેટ બનાવનારા ડક્ટ-ટેપ લગાવેલું કેળું 85 લાખમાં વેચાયું

સોનાનું ડક્ટ-ટેપ

સોનાનું ડક્ટ-ટેપ


જો એક કેળું દિવાલ પર ચીપકાવીને મૂકેલું હોય તો એ તમે કેટલામાં ખરીદો? અમેરિકાના માયામી બીચ પર આવેલા એક આર્ટ ઍક્ઝિબિશનમાં એક કેળું દોઢ લાખ ડૉલર એટલે કે લગભગ ૮૫.૮૧ લાખ રૂપિયામાં વેચાયું. કેળામાં બીજું કશું જ નહોતું, એને માત્ર ગ્રે રંગની ડક્ટ-ટેપથી ચિપકાવવામાં આવેલું. કોઈ કેળું આટલા અધધધ રૂપિયામાં કોઈ કેમ ખરીદે? એવો સવાલ કદાચ સામાન્ય લોકોને થઈ શકે, પરંતુ કલાના રસિકો માટે તો કેળું કોણે ગોઠવ્યું છે અને કયા ઍન્ગલથી ગોઠવ્યું છે જેવી ચીજો પણ બહુ મહત્વની હોય છે. થોડાક સમય પહેલાં ૧૮ કૅરૅટનું સોનાનું ટૉઇલેટ કમોડ બનાવનાર મૉરિઝિઓ કૅટેલન દ્વારા કેળાને ડક્ટ-ટૅપ સાથે ચિપકાવવામાં આવ્યું છે. આ ભાઈએ પહેલાં હોટેલના રૂમમાં મૂકી શકાય એ માટે ખાસ પેઇન્ટિંગનો વિચાર કર્યો હતો અને એ માટે તેમણે તાંબા જેવા રંગથી રંગેલા કેળાંનું પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. એમાંથી તેમને આવાં રિયલ કેળાંવાળાં ત્રણ ઇન્સ્ટૉલેશન તૈયાર કરવાનો વિચાર આવ્યો અને માયામીના લોકલ માર્કેટમાંથી ખાસ ચુનંદા કેળાં લાવીને એને ડક્ટ ટૅપ સાથે મૂકવામાં આવ્યા. શરૂઆતમાં લોકોને આ પ્રકારનું ઇન્સ્ટૉલેશન કેમ કરવામાં આવ્યું છે એ વિશે કુતૂહલ હતું, પરંતુ પહેલું કેળું એક ફ્રેન્ચ મહિલાએ ૧,૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૮૫.૬૫ રૂપિયામાં વેચાયું હતું. એ પછી તરત જ બીજું કેળું પણ ચપોચપ વેચાઈ ગયું. હવે ત્રીજું અને છેલ્લું કેળું વેચાવાનું છે જેની કિંમત ૧,૫૦,૦૦૦ ડૉલર એટલે કે ૧.૦૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 11:28 AM IST | America

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK