પોતાના લગ્નમાં પહેરેલો ડ્રેસ આ બહેન રોજિંદા જીવનમાં પણ પહેરીને ફરે છે

03 October, 2019 10:43 AM IST  |  સાઉથ ઑસ્ટ્રેલિયા

પોતાના લગ્નમાં પહેરેલો ડ્રેસ આ બહેન રોજિંદા જીવનમાં પણ પહેરીને ફરે છે

ટૅમી હૉલ નામનાં ૪૩ વર્ષનાં બહેન રોજિંદા જીવનમાં વેડિંગ ડ્રેસ પહેરીને ફરે છે

સાઉથ ઑસ્ટ્રેલિયાનના એડીલેડ શહેરમાં ટૅમી હૉલ નામનાં ૪૩ વર્ષનાં બહેન રોજિંદા જીવનમાં વેડિંગ ડ્રેસ પહેરીને ફરે છે. ફિશિંગ કરવા જાય, ફૂટબૉલની મૅચ જોવા કે રમવા જાય, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય કે પછી કાર્પેન્ટરીનું નાનું-મોટું કામ કરવાનું હોય ત્યારે પણ તેઓ વેડિંગ ડ્રેસ પહેરે છે. તેમણે પોતાના વે‌ડિંગ ડ્રેસને રોજિંદો પોશાક બનાવી દીધો છે. એનું કારણ પણ ખાસ છે. બહેન પોતે પર્યાવરણપ્રેમી છે. ૨૦૧૬માં ટૅમી ભારત ફરવા આવેલી. અહીંના લોકોની કરકસર જોઈને તેને લાગ્યું કે પોતે નવાં કપડાં અને જૂતાં પણ બહુ જ પૈસા ખર્ચે છે. તેણે પાછા ઑસ્ટ્રેલિયા જઈને કપડાંની બાબતે કરકસરપૂર્વક જીવવાનું શરૂ કર્યુ. અલબત્ત, ૨૦૧૮માં તેનાં લગ્ન થયાં ત્યારે તેની સામે મીઠી મૂંઝવણ આવી. તે લગ્નના દિવસે બહુ જ સુંદર દેખાવા માગતી હતી. એ માટે તેણે મોંઘો ડ્રેસ બનાવડાવ્યો. એ ડ્રેસ ૯૮૫ પાઉન્ડ એટલે કે લગભગ ૮૬,૦૦૦ રૂપિયાનો થયો.

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

આટલાબધા રૂપિયા ખર્ચીને બનાવેલો ડ્રેસ એક જ વાર પહેરીને પટારામાં મૂકી દેવામાં બહેનને અંતરાત્મા કોસતો હતો. એટલે તેણે વિચાર્યું કે તે આ ડ્રેસને રોજિંદા જીવનમાં પહેરીને વાપરીને એનો પૂરો કસ કાઢી લેશે. એટલે તેણે લગ્ન પછી નિયમિત પણે આ ડ્રેસ પહેરવાનું રાખ્યું.

adelaide offbeat news hatke news