Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

03 October, 2019 10:37 AM IST |

ભારતીય રેલવેમાં મળશે નવરાત્રિ દરમ્યાન વ્રતનું સાત્વિક ભોજન

ભારતીય રેલવે

ભારતીય રેલવે


આઇઆરસીટીસીએ તાજેતરમાં ટ્વીટ કરીને જાહેર કર્યું છે કે નવરાત્રિના નવ દિવસ દરમ્યાન ઉપવાસ કરનારા મુસાફરોને તકલીફ ન પડે એ માટે ઉપવાસનું સાત્વિક ભોજન પણ મળી શકશે. ઉપવાસ કરનારા લોકો ઈ-કૅટરિંગ સર્વિસ દ્વારા વ્રતનું ભોજન ઑર્ડર કરી શકે છે. સાત ઑક્ટોબર સુધી આ સર્વિસ ચાલવાની છે જેના મેનુમાં સાબુદાણાની આઇટમો, આલુ ટિક્કી, નવરાત્રિ થાળી, જીરા આલુ, ફ્રેન્ચ ફ્રાઇઝ, ફરાળી ચેવડો, ફરાળી નમકીન્સ, મખાના, મલાઈ બરફી, રસમલાઈ, મિલ્ક કેક, લસ્સી જેવી ઉપવાસમાં ખાઈ શકાય એવી ચીજો છે. આ સર્વિસ ચુનંદા સ્ટેશનો પરના રેસ્ટોરાંઓમાંથી પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો : બે દોસ્તો રગ્બી વર્લ્ડ કપ જોવા માટે 20,000 કિલોમીટરની સાઇકલસવારી કરી



કાનપુર, જબલપુર, રતલામ, જયપુર, પટના, રાજેન્દ્રનગર, હજરત નિઝામુદ્દીન, અંબાલા કૅન્ટ, ઝાંસી, ઔરંગાબાદ, અકોલા, ઇતારસી, વસઈ રોડ, વાપી, કલ્યાણ, બોરીવલી, દુર્ગ, ગ્વાલિયર, મથુરા, નાગપુર, ભાપાલ, ઉજ્જૈન અને અહમદનગર જેવા સ્ટેશનો પરથી ખાવાનું આપવામાં આવશે. ઈ-કૅટરિંગ વેબસાઇટ અથવા ફૂડ ઑન ટ્રક મોબાઇલ ઍપ દ્વારા પહેલેથી ઑર્ડર આપવાનો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2019 10:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK