નવ વર્ષની છોકરીએ ૧૮૧ કિલો વજનની માછલી પકડી

03 October, 2022 11:13 AM IST  |  Exeter | Gujarati Mid-day Correspondent

બ્રિટનમાં એક સમયની લુપ્ત પ્રજાતિની સંરક્ષિત બ્લુફિન ટુના માછલીને મારવી ગેરકાયદે હોવાથી તેને મુક્ત કરવી પડી હતી.

નવ વર્ષની છોકરીએ ૧૮૧ કિલો વજનની માછલી પકડી

નવ વર્ષની ઇઝી ક્રોટ્ટીએ તેના કરતાં પાંચ ગણા વધુ વજનની એટલે કે ૧૮૧ કિલોની અને ૭૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૬૩.૭૨ લાખ રૂપિયા)ની બ્લુફિન ટુના માછલી પકડી હતી, ઇંગ્લૅન્ડના શહેર ડેવોનમાં પ્લેમાઉથના દરિયાકિનારે ૨૦ માઇલ દૂર માછલી પકડવા માટે પિતા  જૉન સાથે ઇઝી ક્રોટ્ટીએ ૩૦ મિનિટ વિતાવી હતી. જોકે બ્રિટનમાં એક સમયની લુપ્ત પ્રજાતિની સંરક્ષિત બ્લુફિન ટુના માછલીને મારવી ગેરકાયદે હોવાથી તેને મુક્ત કરવી પડી હતી.

સરકારની નવી પહેલ હેઠળ લોકોને બ્લુફિન ટુનાને પકડવાની અને એને છોડતાં પહેલાં વૈજ્ઞાનિક હેતુઓ માટે ટૅગ કરવાની છૂટ આપવામાં આવી હતી. આ ટૅગિંગ સ્કીમમાં ભાગ લેવા માટે પરવાનગી આપતાં ૨૫ જહાજ જેને ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે એમાંની એક ફોર્ટુના ચાર્ટર બોટ પર ઇઝી ક્રોટ્ટી સવાર હતી. સરકાર લોકોને મોટી માછલી પકડવાની રમતના રોમાંચનો જીવનમાં એક વાર અનુભવ કરવા માટે ઑગસ્ટથી નવેમ્બર સુધીનો ત્રણ મહિનાનો સમય આપે છે. 

offbeat news london international news