8 વર્ષના છોકરાએ પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જૂનો રેકૉર્ડ

14 October, 2019 08:41 PM IST  |  મુંબઈ ડેસ્ક

8 વર્ષના છોકરાએ પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જૂનો રેકૉર્ડ

બાળકો પાસેથી લોકો અનેક પ્રકારની આશાઓ રાખતાં હોય છે, પણ કેટલીક વાર બાળકો આપણી આશાઓ કરતાં પણ વધું કરીને આપી દેતાં હોય છે. એવું જ કંઇક કર્યું છે ઑસ્ટ્રેલિયામાં રહેતા આ આઠ વર્ષના જેડેન મિલ્લૌરોએ. તેણે 314 કિલો વજનની શાર્ક પકડીને 22 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી દીધો છે.

જેડેને આ કારનામું સિડનીથી 160 કિલોમીટર દૂર બ્રાઉન માઉંટેન પાસે કરી બતાવ્યું. જેડેન ત્યાં પોતાના પિતા સાથે માછલી પકડવા ગયો હતો. જેડેનના પિતાએ જણાવ્યું કે તેનો દીકરો પોર્ટ હેકિંગ અને ફિશિંગ ક્લબનો મેમ્બર છે અને ફિશિંગ કરવાનું શીખે છે.

જેડેનના પિતાએ કહ્યું કે તે પોતાના દીકરાની જિદને કારણે તેને ફિશિંગ કરવા લઈને ગયા હતા. તેના પ્રમાણે, શાર્ક તેમની બોટની પાછળ પાછળ આવતી હતી. ત્યારે જ જેડેનની નજર તેના પર પડી. દરમિયાન તેણે કાંટા અને જાળીની મદદથી માછલીને પકડી લીધી. જો કે, શાર્કને બોટ સુધી ખેંચવામાં તેના પિતાએ તેની મદદ કરી.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 1997માં ઇયાન હિસે નામના વ્યક્તિએ 312 કિલોની ટાઇગર શાર્ક પકડીને રેકૉર્ડ બનાવ્યો હતો. જેડેને આ 22 વર્ષ જૂના રેકૉર્ડને તોડીને રેકૉર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી લીધું છે.

offbeat news australia