પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં

23 September, 2022 11:03 AM IST  |  Ontario | Gujarati Mid-day Correspondent

આ સાથે જ પહેલાંનો ૭૪૪ વ્યક્તિઓ સાથેનો રેકૉર્ડ તૂટ્યો હતો;

પોર્ટુગલનો પોર્ટુગીઝ ફોક ડાન્સનો રેકૉર્ડ તૂટ્યો કૅનેડામાં

કૅનેડાના ઑન્ટારિયો પ્રોવિન્સના એક ગ્રુપે પોર્ટુગીઝ ફોક ડાન્સ પર્ફોર્મ કરવા અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડવા માટે ૭૪૭ લોકોને ભેગા કર્યા હતા. મિસિસાગા સિટીના સ્ટ્રીટ્સવિલે એરિયામાં વીક-એન્ડ દરમ્યાન સૌથી વધુ સંખ્યામાં પોર્ટુગીઝ ફોક ડાન્સ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચવા પોર્ટુગીઝ કલ્ચરલ સેન્ટર ફૉર મિસિસાગા દ્વારા કોશિશ થઈ હતી. આ સેન્ટરે જણાવ્યું કે આ કોશિશમાં ૭૪૭ લોકોએ ભાગ લીધો હતો. આ સાથે જ પહેલાંનો ૭૪૪ વ્યક્તિઓ સાથેનો રેકૉર્ડ તૂટ્યો હતો; જે વિલા ડો કોન્ડે, પોર્ટુગલમાં રેક્રીએશનલ ઍન્ડ કલ્ચરલ અસોસિએશન ઑફ રેન્ડિલહેરસ ડો મોન્ટે ફોકલર ગ્રુપ દ્વારા રચવામાં આવ્યો હતો.

offbeat news guinness book of world records portugal canada