61 વર્ષના શખ્સે ચોરી કરી 159 સાઈકલની સીટો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

15 October, 2019 03:55 PM IST  |  ટોક્યો

61 વર્ષના શખ્સે ચોરી કરી 159 સાઈકલની સીટો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

પ્રતિકાત્મક તસવીર

રોકડ, ઘરેણાં કે મોબાઈલની ચોરીના કિસ્સા તમે સાંભળ્યા હશે. પણ કોઈ સાઈકલની સીટની ચોરી કરે તો? સાંભળવામાં જ અજીબ લાગે ને! આવો જ એક કિસ્સો જાપાનમાંથી સામે આવ્યો છે. જ્યાં પોલીસે 61 વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે જેણે સાઈકલની 159 સીટોની ચોરી કરી છે. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તેમાં જે કારણ સામે આવ્યું તે સૌથી વધારે ચોંકાવાનારું છે. જાણો શું છે આખી ઘટના..

વાત જાપાનની રાજધાની ટોક્યોની છે. જેના ઓટા વાર્ડ વિસ્તારમાંથી કેટલાક વિસ્તારમાંથી સાઈકલની સીટોની ચોરી થઈ રહી હતી, જે બાદ લોકોએ તેની ફરિયાદ પોલીસને કરી. પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા તો તેને ખબર પડી કે એક બુઝુર્ગ સાઈકલની સીટ કાઢીને પોતાની સાઈકલના બાસ્કેટમાં નાખીને ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાય છે.

પોલીસે તે બુઝુર્ગ વિશે જાણકારી મેળવી અને તેના ઘર પર દરોડા પાડ્યા તો પોલીસકર્મીઓ એ જોઈને હેરાન થઈ ગયા કે અકિયો હતોરી નામના શખ્સે પોતાના ઘરે ચોરી કરવામાં આવેલી સાઈકલની 159 સીટો જમા કરીને રાખી હતી. પોલીસે તમામ સીટો જપ્ત કરી અને શખ્સની ધરપકડ કરી.

પોલીસે જ્યારે બુઝર્ગને ચોરી કરવાના કારણ વિશે પુછ્યું તો તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે પહેલા કોઈએ તેની સાઈકલની સીટ ચોરી કરી હતી અને બાદમાં સાઈકલ પણ ચોરી લીધી હતી. જેનાથી દુઃખી થઈને તેણે લોકો સાથે બદલો લેવાનું વિચાર્યું અને તે સીટની ચોરી કરવા લાગ્યા.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.

અકિયોએ પોલીસને એ પણ જણાવ્યું કે સાઈકલ ચોરી થઈ થાજવાના કારણે તેને નવી સાઈકલ ખરીદવી પડી હતી. તેમણે આગળ જણાવ્યું કે તેઓ બીજા લોકોને એ પણ બતાવવા માંગતા હતા કે સાઈકલની સીટ ચોરી થઈ જાય તો કેટલું દુઃખ થાય છે. હાલ તેમને પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જલ્દી જ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવશે.

offbeat news hatke news japan