14 March, 2025 07:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પોલીસ અને ચાર વર્ષનું બાળક (તસવીર સૌજન્ય: મિડ-ડે)
અમેરિકાના વિસ્કૉન્સિનના માઉન્ટ પ્લેઝન્ટમાં ચાર વર્ષના એક ટેણિયાએ ૯૧૧ પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. તેની ફરિયાદ હતી કે મારી મમ્મી મારો આઇસક્રીમ ખાઈ ગઈ છે, તે ખરાબ મમ્મી છે અને તેને પકડીને જેલમાં નાખો.
આ છોકરાએ ફોન કર્યો ત્યારે તેની મમ્મી ત્યાં જ ઊભી હતી. તેણે ફોન લીધો હતો અને પોલીસને સમજાવ્યું હતું કે મારો છોકરો ચાર વર્ષનો છે અને પોલીસને બોલાવવાની જીદ લઈને બેઠો છે, કદાચ મેં તેનો આઇસક્રીમ ખાઈ લીધો છે એથી એ અપસેટ છે એટલે તેણે ૯૧૧ પર ફોન કર્યો છે.
આ ફોન મળ્યા બાદ પોલીસ ઑફિસરો આ છોકરાના ઘરે ગયા હતા અને તેને આઇસક્રીમ આપ્યો હતો.