૩૩૦ ફુટ લાંબો અને ૯૦ કિલોનો પીત્ઝા

26 January, 2020 09:28 AM IST  |  Mumbai Desk

૩૩૦ ફુટ લાંબો અને ૯૦ કિલોનો પીત્ઝા

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં એક ભાઈ-બહેનની જોડીએ ૪ કલાકની મહેનત બાદ ફાયરફાઇટર્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે ૩૩૮ ફીટ લાંબો અને ૯૦ કિલો વજનનો પીત્ઝા બનાવ્યો. પીત્ઝા બનાવવા માટે તેમણે બે કન્વેયર વનનો ઉપયોગ કર્યો. પીત્ઝાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ફાયરફાઇટર્સ માટે પૈસા એકત્ર કરવા માટે તૈયાર કરાયેલા આ પીત્ઝાની ૪૦૦૦ સ્લાઇસ કરી લોકોને ખવડાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લગભગ ૩૦૦૦ લોકો એકઠા થયા હતા અને ન્યુ સાઉથ વેલ્સ રૂરલ ફાયર સર્વિસ માટે રૂપિયા દાન થયા હતા.

australia indian food international news offbeat news