સૌથી લાંબી વિમેન્સ રોપ ટીમમાં ત્રણ ભારતીયનો સમાવેશ

24 June, 2022 08:25 AM IST  |  Switzerland | Gujarati Mid-day Correspondent

તેમણે ૧૭ જૂને સ્વિટ્ઝરલૅન્ડના ૪૧૬૪ મીટર ઊંચાઈ ધરાવતા બ્રેઇથોર્ન પર્વત પર સૌથી લાંબી મહિલાઓની રોપ ટીમ બનાવી હતી

વિમેન્સ રોપ ટીમ

સ્વિટ્ઝરલૅન્ડે ૨૫ દેશની ૮૨ જેટલી મહિલાઓને ભેગી કરી એક નવો ઇતિહાસ રચ્યો છે. આ તમામ મહિલાઓ પુરુષોના આધિપત્ય ધરાવતી એક-એક રમતમાં નવો અધ્યાય રચવા માગતી હતી. તેમણે ૧૭ જૂને સ્વિટ્ઝરલૅન્ડના ૪૧૬૪ મીટર ઊંચાઈ ધરાવતા બ્રેઇથોર્ન પર્વત પર સૌથી લાંબી મહિલાઓની રોપ ટીમ બનાવી હતી. એ માટે વિવિધ ક્ષેત્રની પ્રભાવશાળી મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. ભારતની ત્રણ મહિલામાં અલ્પાઇન સ્કાઇર સ્કીર આંચલ ઠાકુર, મૅરથૉન રનર શિબાની ઘરત અને મુંબઈની ચાર્મી દેઢિયાનો સમાવેશ હતો. આ ઉપરાંત થાઇ ​યુએન વિમેન ઍમ્બૅસૅડર ફૉર એશિયાના સિન્ડી સિરિન્યા બિશપ, સ્વીડિશ-નૉર્વેજિયન ઍક્ટ્રેસ ઇવા રોઝ તેમ જ અન્ય ગણમાન્ય લોકોનો સમાવેશ હતો. મહિલાઓ પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્ત‌િમાં વધુ પ્રમાણમાં ભાગ લે એ માટે ૨૦૨૧માં સ્વિટ્ઝલૅન્ડ ટૂરિઝમ દ્વારા આ પહેલ કરવામાં આવી હતી.

૮૨ પૈકી ૧૦ સ્પોટ્સ માટે કોઈ પણ મહિલા ભાગ લઈ શકતી હતી, પરંતુ એ માટે જરૂરી ફિટનેસ હોવું જરૂરી હતું. એ માટે યોજાયેલી સ્પર્ધામાં મુંબઈની ચાર્મી દેઢિયાનો નંબર લાગ્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે પહેલી વખત

તેણે આ રીતે ચડાણ પૂરું કર્યું હતું. મહિલાઓએ જે ઇતિહાસ રચ્યો છે એની વાત ભારતની મહિલાઓ સુધી પહોંચશે, જેથી મહિલાઓ પણ આવી પ્રવૃ​િત્ત‌માં ભાગ લેવા માટે પ્રેરાશે. શિબાની ઘરતના જણાવ્યા પ્રમાણે સ્વિટ્ઝરલૅન્ડ તમામ ક્ષેત્રની મહિલાઓને આવો પડકાર ઝીલવામાં આગળ આવવા પ્રોત્સાહિત કરે છે એ જોઈને આનંદ થયો. પર્વતની ટોચ પરથી જોયેલાં દૃશ્યો ભુલાય એવાં નથી. પર્વતારોહણના ઇતિહાસમાં એક નવો અધ્યાય રચાયો જેનો હું એક ભાગ હતી એનો મને ગર્વ છે.

offbeat news international news india