23 May, 2025 09:56 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
જાયન્ટ કિંગ કોબ્રા
થોડા દિવસ પહેલાં ઓડિશાના રાયગઢ નામના અંતરિયાળ ગામની સ્કૂલમાંથી જાયન્ટ કિંગ કોબ્રા નીકળ્યો હતો. સ્કૂલમાંથી છોકરાઓ નીકળી ગયા એ પછી સફાઈ દરમ્યાન સ્ટાફને કંઈક અજીબોગરીબ ફૂંફાડાનો અવાજ સંભળાયો હતો. એ અવાજ ક્યાંથી આવે છે એ શોધવા જતાં ક્લાસરૂમની એક બેન્ચ નીચેથી કોકડું વળેલો જાયન્ટ કિંગ કોબ્રા જોવા મળ્યો હતો. તરત જ કોબ્રાને પકડવા માટે નિષ્ણાતોની ટીમને બોલાવવામાં આવી હતી. મોટી ફેણ કાઢતા કોબ્રાને નાથવા માટે બે અનુભવી સર્પનિષ્ણાતોને પણ પરસેવો પડી ગયો હતો.