૧૨ વર્ષની આ છોકરી મુક્કા મારીને વૃક્ષ તોડી નાખે છે

12 January, 2022 09:05 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

દુનિયાની સૌથી સ્ટ્રૉન્ગ ગર્લ તરીકે જાણીતી ૧૨ વર્ષની એવનિકા સાવકેસ ચોક્કસ ઇન્સ્પિરેશન બની શકે છે

એવનિકા સાવકેસ

અનેક લોકો પોતાની બૉડી-સ્ટ્રેન્ગ્થ વધારવા માટે અઠવાડિયામાં એક વખત પણ વર્કઆઉટ કરવા માટે સ્ટ્રગલ કરતા હોય છે. આવા લોકો માટે દુનિયાની સૌથી સ્ટ્રૉન્ગ ગર્લ તરીકે જાણીતી ૧૨ વર્ષની એવનિકા સાવકેસ ચોક્કસ ઇન્સ્પિરેશન બની શકે છે. એવનિકા મુક્કા મારીને વૃક્ષ તોડી નાખે છે અને સ્ટીલના ડોરમાં ગાબડું પણ પાડી શકે છે. 
તે ત્રણ વર્ષની ઉંમરથી જ બૉક્સિંગની પ્રૅક્ટિસ કરી રહી છે. તેના ફાધર રસ્ટ્રમ પ્રોફેશનલ બૉક્સિંગ ટ્રેઇનર છે. 
રસ્ટ્રમ અને એવનિકા રશિયાનાં છે. રસ્ટ્રમે એવનિકા અને તેનાં સાત ભાઈ-બહેનોને બાળપણથી જ ટ્રેઇનિંગ આપી છે. 
રસ્ટ્રમ કહે છે કે ‘એવનિકા રોજ બે વખત ટ્રેઇનિંગ લે છે. તે ડોર અને વૃક્ષ તોડી શકે છે. વાસ્તવમાં શરૂઆતમાં સિમ્પલ આઇડિયા હતો. વૃક્ષ તરફ મુક્કા મારવાના હતા, પણ મુક્કા મારવાની આ પ્રૅક્ટિસમાં વૃક્ષને ટચ કરવાનું નહોતું. એ એક્સરસાઇઝ એક્યુરસી માટે છે. જોકે એવનિકા હંમેશાં જોરથી વૃક્ષને મુક્કા મારતી હતી. ધીરે-ધીરે તેનું એક્સાઇટમેન્ટ અને સ્ટ્રાઇકનો પાવર વધતો ગયો. એક સમયે તેને લાગ્યું કે તે વૃક્ષને તોડી શકે છે. તેણે મને કહ્યું કે હું વૃક્ષને તોડી શકું છું અને થોડા સમયમાં એક વૃક્ષ તૂટી ગયું હતું.’

offbeat news international news russia