ઊનની ગૂંથણીનો લિટલ માસ્ટર:૧૧ વર્ષના છોકરાએ મેળવ્યા ૪૦૦૦ ક્રોશેના ઑર્ડર

18 March, 2019 08:52 AM IST  | 

ઊનની ગૂંથણીનો લિટલ માસ્ટર:૧૧ વર્ષના છોકરાએ મેળવ્યા ૪૦૦૦ ક્રોશેના ઑર્ડર

11 વર્ષનો બાળક ગૂંથે છે ઉન

અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેતો જોના લાર્સન નામનો કિશોર પાંચ વર્ષનો હતો ત્યારથી યુટuુબ પર જોઈને એક સળિયાથી થતી ઊનની ગૂંથણી કરતો થઈ ગયેલો. ઊનના દડા લઈને તે ક્રોશે હૂકની મદદથી કંઈક ને કંઈક બનાવવાના પ્રયત્નમાં રહેતો. સામાન્ય રીતે ગૂંથણીનું કામ મોટી ઉંમરની સ્ત્રીઓને બહુ ગમતું હોય છે, પણ ૧૧ વર્ષના જોના માટે એ જ સૌથી મોટું રમતનું સાધન હતું. તે વાતો કરતાં-કરતાં, રમતાં-રમતાં, વાંચતાં-વાંચતાં પણ ક્રોશે ગૂંથણી કરતો. તેણે અત્યાર સુધીમાં ઊનની હૅટ્સ, સ્કાર્ફ, બ્લૅન્કેટ્સ, રમકડાં, શાલ બનાવ્યાં છે અને વેચ્યાં પણ છે. જોનાની મમ્મીએ દીકરાની આ કળાનું એક્ઝિબિશન કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર ખાસ દીકરાના નામે જ પેજ બનાવ્યું છે. એમાં મમ્મી વારતહેવારે દીકરાએ બનાવેલી ચીજો અને તેની ગૂંથવાની પદ્ધતિના વિડિયો એમાં અપલોડ કરતી રહે છે એને કારણે એના ૧,૩૨,૦૦૦ ફૉલોઅર્સ થઈ ગયા છે અને તેને સોશ્યલ મીડિયા થકી જ ૪૦૦૦થી વધુ ઑર્ડર્સ મળી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ હિમાલય પર ૧૬,૨૨૭ ફૂટ ઊંચે પિયાનો કૉન્સર્ટ કરી આ બહેને

જોના મૂળ ઇથિયોપિયાનો છે અને જેનિફર અને ક્રિસ્ટોફર નામનું યુગલ તેને દત્તક લઈને અમેરિકા આવ્યું છે. પાંચ વર્ષની ઉંમરથી કિશોરને આ ગૂંથણીના કામમાં રસ પડવા લાગ્યો હતો અને હવે તો સ્કૂલથી આવીને રિલૅક્સ થવા માટે પણ તે રોજ થોડુંક ક્રોશેવર્ક કરે છે. તેની સ્પીડ એટલી છે કે થોડાક કલાકોમાં પણ તે અદ્ભુત કહી શકાય એવા નમૂના તૈયાર કરી નાખે છે.

offbeat news hatke news