Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હિમાલય પર ૧૬,૨૨૭ ફૂટ ઊંચે પિયાનો કૉન્સર્ટ કરી આ બહેને

હિમાલય પર ૧૬,૨૨૭ ફૂટ ઊંચે પિયાનો કૉન્સર્ટ કરી આ બહેને

18 March, 2019 08:41 AM IST |

હિમાલય પર ૧૬,૨૨૭ ફૂટ ઊંચે પિયાનો કૉન્સર્ટ કરી આ બહેને

41 વર્ષના પિયાનો વાદક બહેને હિમાલયમાં કરી કોન્સર્ટ

41 વર્ષના પિયાનો વાદક બહેને હિમાલયમાં કરી કોન્સર્ટ


બ્રિટનમાં રહેતાં એવેલિના દ લેઇન નામનાં બહેને દોઢ વર્ષ પહેલાં પોતાની માને ગુમાવી એ પછી તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં. તેમનાં મમ્મી મ્યુઝિક ટીચર હતાં અને એવેલિના પિયાનોવાદક. માની યાદમાં કંઈક કરવું છે એવું વિચારતી એવેલિનાના લંડનમાં રહેતા ડૅશમન્ડ જેન્ટલ નામના ભાઈએ આઇડિયા આપ્યો હાઈ અલ્ટિટ્યુડ કૉન્સર્ટનો. એવેલિનાને પણ વાત ગમી તો ગઈ. તેના કેટલાક દોસ્તો અને ડૅશમન્ડની સાથે તેણે હિમાલયની ચોટી પર જઈને પિયાનો વગાડવાનું બીડું ઝડપ્યું. આખી ટીમ ભારત આવી. પિયાનો પણ લંડનથી જ મગાવ્યો હતો. કાગોર્માં મોકલેલો પિયાનો તેને લેહ પહોંચીને મળ્યો. અહીં એનું થોડુંક સમારકામ કરાવ્યું અને ઊંચાઈ સાથે શરીર તાલમેલમાં આવે એ માટે થોડાક દિવસનો બ્રેક લીધો. એ પછી સતત સાત કલાક પહાડીઓમાં ડ્રાઇવ અને ચડાણ કરીને તેમની ટીમ ૧૬,૨૨૭ ફુટની ઊંચાઈએ પહોંચી.

આ પણ વાંચોઃ ડ્રોનથી ઘેંટા ચરાવે છે ન્યૂઝીલેન્ડનો આ ગોવાળ



ચોટી પર પહોંચ્યા પછી અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. એમ છતાં એવેલિનાએ લગાતાર એક કલાક સુધી પિયાનો પર ધૂનો વગાડી. તેણે તેની મમ્મીએ કમ્પોઝ કરેલી ટ્યુન વગાડીને ખરા અર્થમાં ટ્રિબ્યુટ આપી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ ઇવેન્ટને સૌથી ઊંચાઈએ યોજેલી પિયાનો કૉન્સર્ટનો ખિતાબ આપ્યો.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 08:41 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK