105 વર્ષના દાદીએ ચોથા ધોરણની પરીક્ષા આપીને મેળવ્યા 74.5 ટકા ગુણ...

11 February, 2020 07:11 PM IST  |  Mumbai Desk

105 વર્ષના દાદીએ ચોથા ધોરણની પરીક્ષા આપીને મેળવ્યા 74.5 ટકા ગુણ...

કહેવાય છે કે ભણવાની કોઇ ઉંમર નથી હોતી. આ વાતને સાચી સાબિત કરી બતાવી છે કેરળ સાથે સંબંધ ધરાવતાં 105 વર્ષના વૃદ્ધ દાદીએ. આ ઉંમરમાં તેમણે ચોથા ધોરણની પરીક્ષા આપી છે અને પરીક્ષામાં 74 ટકાથી વધારે ગુણ પણ મેળવ્યા છે. આ મહિલાનું નામ ભગીરથી અમ્મા.

ભગીરથી અમ્મા, ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા કોલ્લમમાં આયોજિત પરીક્ષામાં તે સામેલ થઈ હતી. તાજેતરમાં આ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં અમ્માએ કુલ 275 ગુણાંકોમાંથી 205 અંક મેળવ્યા. આ સાક્ષરતા અભિયાન દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુલ 11593 વિદ્યાર્થીઓએ ચોથા ધોરણની પરીક્ષામાં ભાગ લીધો, જેમાંથી 10012 સફળ રહ્યા. તેમાં 9456 મહિલાઓ છે. જણાવીએ કે અમ્માના છ બાળકો છે. તેમના કુલ 16 દોહિત્રા અને પૌત્ર-પૌત્રીઓ છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયા એફની કેન્ડીડ તસવીરો

આ વિશે રાજ્ય સાક્ષરતા મિશનના જિલ્લા સમન્વયક સીકે પ્રદીપ કુમારે એએનઆઇ સાથે વાત કરતાં કહ્યું કે અમ્માએ પોતાની પરીક્ષા 74.5 ટકા અંકો સાથે પાસ કરી છે. આ દરેક માટે પ્રેરણા આપનારી વાત છે કે તેમણે આ ઉંમરમાં પણ આ હિંમત બતાવી અને ભણવાની શરૂઆત કરી. અમ્માના આ પગલાંથી વધુ લોકો આગળ આવશે. જણાવીએ કે આમ તો અમ્મા બાળપણથી જ ભણવા માગતી હતી. પણ તેમની આ ઇચ્છા અધુરી રહી ગઈ હતી. પારિવારિક પરિસ્થિતિઓને કારણે તેમને 9 વર્ષની ઉંમરમાં અધવચ્ચે જ ભણવાનું છોડવું પડ્યું. તે સમયે તે ત્રીજા ધોરણમાં હતા. તેના પછી તેઓ લગ્ન અને બાળકોની જવાબદારીઓમાં ફંસાઇ ગઈ હતી. પણ ઉંમરના આ મોડ પર તેમણે ફરીથી પોતાનું ભણવાનું પૂરું કરવાનું નક્કી કર્યું. આનું પરિણામ એ છે કે આજે તે ભણી રહ્યા છે.

international news national news offbeat news kerala