midday

ઝેપ્ટો પરથી મગાવેલા પૅન્ટનાં ખિસ્સાં ફંફોસ્યાં તો નીકળ્યા ૧૦ રૂપિયા અને જયપુરની બસ-ટિકિટ

25 April, 2025 12:27 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ્સ પર ઘણી વાર પ્રોડક્ટ્સનાં સૅમ્પલ, કૅશબૅક કે ગિફ્ટ વાઉચર્સ મળતાં હોય છે.
જુઓ પાર્સલમાંથી શું નીકળ્યું!

જુઓ પાર્સલમાંથી શું નીકળ્યું!

૧૦ મિનિટમાં તમારે જે જોઈએ એ ઘરના દરવાજે હાજર કરી દેતી ઑનલાઇન ઍપ્લિકેશન્સને કારણે હવે લોકો છેલ્લી ઘડીએ કંઈ પણ ઑર્ડર કરી લેતા હોય છે. ઑનલાઇન શૉપિંગ પ્લૅટફૉર્મ્સ પર ઘણી વાર પ્રોડક્ટ્સનાં સૅમ્પલ, કૅશબૅક કે ગિફ્ટ વાઉચર્સ મળતાં હોય છે. જોકે તાજેતરમાં એક ભાઈને ઝેપ્ટો પર ટ્રૅક પૅન્ટ ઑર્ડર કર્યું તો ગજબનો અનુભવ થયો. તેણે પાર્સલ ખોલ્યું તો અંદરથી વપરાયેલું અને ગંદું ટ્રૅક પૅન્ટ મળ્યું. એનું ખિસ્સું ફંફોસ્યું તો એમાંથી ૧૦ રૂપિયાની ચીમળાયેલી નોટ અને જયપુરની બસની ટિકિટ પણ હતી. આ અનુભવ પછી ‌સ્વાભાવિકપણે દિમાગ તમતમી જવું જોઈએ, પણ આ ભાઈએ રેડિટ પર આ ટ્રૅક પૅન્ટનો ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘ઝેપ્ટો પરથી ટ્રૅક પૅન્ટ મગાવેલું. એના ખિસ્સામાંથી દસ રૂપિયા અને જયપુર બસની ટિકિટ હતી. પૅન્ટ તો ગંદું હતું, પણ દસ રૂપિયાનો ફાયદો થઈ ગયો.’

Whatsapp-channel
offbeat news jaipur national news india