ભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ

07 July, 2019 08:44 AM IST  |  ઓડિશા

ભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથઃ લંબાઈ માત્ર ૨.૫ ઇંચ

ભગવાન જગન્નાથનો સૌથી ટચૂકડો લાકડાનો રથ

ઓડિશાના સત્યનારાયણ મોહરાણા નામના કલાકારે ભગવાન જગન્નાથનો મિનિએચર રથ બનાવ્યો છે. આ માત્રSAખાલી રથ નથી એમાં સારથી અને સિંહાસન સાથે SA સજાવટ પણ કરી છે. રથની લંબાઈ ૨.૫ ઇંચની છે. જગન્નાથપુરીના રથની જેમ એમાં ૧૬ પૈડાં છે. દોઢ ઇંચનો સારથિ અને ભગવાનને બિરાજવા માટેનું સિંહાસન ૦.૨૫ ઇંચનું છે.

આ પણ જુઓઃ મદાવાદ: ભગવાન જગન્નાથના અલૌકિક દર્શન, જુઓ ફોટોઝ 

૩૫ વર્ષના કલાકાર સત્યનારાયણે રથ બનાવવા માટે લાકડું, સાલ, કપડું, પાણી, રંગો અને ગુંદરનો ઉપયોગ કર્યો હતો. તેણે લગાતાર ચાર દિવસ સુધી મહેનત કરીને બે આંગળીના વેઢા જેટલો રથ બનાવ્યો છે. સત્યનારાયણે આ પહેલાં લાકડા અને ચોક પર મહાત્મા ગાંધી, નેતા સુભાષ ચંદ્ર બોઝ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના ચહેરાની કોતરણી કરી હતી. મિનિએચર છતાં હૂબહૂ જગન્નાથના રથની નકલ જેવો આ રથ કદાચ વિશ્વમાં સૌથી ટચૂકડો હોવાનો દાવો થયો છે.

offbeat news hatke news Rathyatra