... અને આકાશમાંથી અચાનક પડ્યો માણસ !!!

02 July, 2019 05:38 PM IST  |  લંડન

... અને આકાશમાંથી અચાનક પડ્યો માણસ !!!

ઘટના દક્ષિણ લંડનના ક્લૈફેમ વિસ્તારની છે, જ્યાં એક ઘરની બહાર કેટલાક લોકો તડકો ખાઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક એક મોટો ધડાકો સંભળાયો અને હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા કે શું થયું. જ્યારે તે લોકો જોવા પહોંચ્યા કે શું થયું તો ત્યાં એક માનવશરીર પડેલું હતું, જેનો એક ભાગ ઘાસમાં હતો અને બીજો ભાગ કોંક્રીટ પર હતો. પાર્કમાં લોહી લોહી ફેલાયેલું હતું. પડેલા વ્યક્તિનું શરી એક તરફ વળેલું હતું. શરીરમાં જીવ નહોતો બચ્યો.

આ ઘટના વિશે જ્યારે તપાસ કરવામાં આવી તો ઘણા રહસ્ય ખુલ્યા. સામે આવ્યું કે આ કેન્યા એરવેઝના આ વિમાને દક્ષિણ લંડનના ક્લૈફેમના આકાશ પરથી પસાર થવા દરમિયાન પોતાના લેન્ડિંગ ગિયર ખોલી નાખ્યા, જેને કારણે ત્યાં ચોરીછૂપીથી બેઠેલો એક વ્યક્તિ 3500 ફૂટ ઉંચાઈ પરથી જમીન પર પડ્યો અને મૃત્યુ પામ્યો. આ એક ચોંકાવનારી ઘટના છે.

તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિ ત્યારે નીચે પડ્યો જ્યારે બગીચમાં કેટલાક લોકો તડકો ખાઈ રહ્યા હતા. આ વ્યક્તિ જમીન પર પડવાથી જમીનમાં ખાડો પણ પડી ગયો. ચોંકાવનારી વાત એ છે કે જો આ વ્યક્તિ બગીચામાં બેઠેલા વ્યક્તિઓ પર પડ્યો હોત તો શું થતું.

રવિવારે હીથ્રો એરપોર્ટ પરથી એક વિમાન ટેક ઓફ થયું, આ દરમિયાન વિમાનના લેન્ડિંગ ગિયરમાં એક વ્યક્તિ ચોરી છૂપીથી બેસી ગયો. વિમાન ટેક ઓફ થયું અને 3,500 ફૂટ ઉપર દક્ષિણ લંડન પર પહોંચ્યું તો વિમાને પોતાના લેન્ડિંગ ગિયર ખોલી નાખ્યા. અધિકારીઓએ કહ્યું કે કેવી રીતે આ વ્યક્તિનું શરીર નૈરોબીના કેન્યા એરવેઝન ફ્લાઈટથી 3500 ફૂટ ઉપરથી નીચે પડ્યું.

આ પણ વાંચોઃ ગૌહર ખાનઃ બોલ્ડ અને બ્યૂટીફુલ એક્ટ્રેસની જાણો અજાણી વાતો

ઘટના બનવાની ગણતરીની મિનિટોમાં પોલીસ ઘટનાસ્તળે પહોંચી અને આ વ્યક્તિના પડ્યા બાદ ફ્લાઈટ કેક્યુ 100ને ઓળખી લેવામાં આવ્યું. ફ્લાઈટના ડેટા પરથી મળેલી માહિતી પ્રમાણે આ બોઈંગ 787 પ્લેન રવિવારે બપોરે 3.36 કલાકે સાઉથ લંડન પરથી પસાર થયું હતું ત્યારે તેની સ્પીડ 200 માઈલ પ્રતિ કલાકની હશે. તપાસ દરમિયાન ફ્લાઈટના લેન્ડિંગ ગિયરમાંથી એક બેગ, પાણી અને થોડાક નાસ્તાના પેકેટ મળી આવ્યા.

kenya offbeat news hatke news