23 August, 2026 08:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસની બહારની દીવાલ પર ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવું સ્લોગન
યુથ કૉન્ગ્રેસના કાર્યકરોએ નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસની બહારની દીવાલ પર ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવું સ્લોગન સ્પ્રે પેઇન્ટિંગથી લખ્યું હોવાનો આરોપ છે. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસના અન્ય નેતાઓએ શુક્રવારે પાર્લમેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશન સંકુલમાં વિરોધ-પ્રદર્શન કર્યું ત્યારે આ ઘટના બની હતી. ૨૦ જુલાઈએ સંસદકૂચ વખતે વિદ્યાર્થી સાહિલ લોચબને થયેલી કથિત પેલેટ ગનથી ઈજાઓ વિશે રાહુલ ગાંધીએ FIRની માગણી સાથે ધરણાં કર્યાં હતાં.