તમારું આધાર કાર્ડ બનશે તમારી ઓળખ, રાષ્ટ્રપતિએ અધ્યાદેશને આપી મંજૂરી

03 March, 2019 08:04 PM IST  |  નવી દિલ્હી

તમારું આધાર કાર્ડ બનશે તમારી ઓળખ, રાષ્ટ્રપતિએ અધ્યાદેશને આપી મંજૂરી

આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર

બેંક ખાતા ખોલવા માટે અને મોબાઈલ સિમકાર્ડ લેવા માટે ઓળખ પત્રના રૂપમાં માન્યતા આપવામાં આવી છે, પરંતુ તેનો ઉપયોગ સ્વૈચ્છિક થશે, એટલે કે બેંક કે મોબાઈલ કંપનીઓ આધાર આપવા માટે મજબૂર ન કરી શકે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સંબંધિત અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.

આને સંબંધિત બિલ સંસદમાં પસાર નહોતું થઈ શક્યું. લોકસભાએ તો બિલને મંજૂરી આપી દીધી હતી, પણ રાજ્યસભામાં બિલ પાસ નહોતું થઈ શક્યું. જે બાદ ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં આધારને સંબંધિત અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી હતી.

અધ્યાદેશે રાષ્ટ્રપતિની મંજૂરીથી આધાર કાયદાની બે જોગવાઈઓમાં સંશોધન પણ થઈ ગયું છે. જેમાં આધારના વપરાશ માટે નક્કી કરેલા માપદંડો અને પ્રાઈવસીના ઉલ્લંઘન માટે કડક પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવ્યું છે.

narendra modi Aadhar ram nath kovind