અમેરિકાના એચ૧બી વિઝા માટે હવે ચૂકવવા પડશે ૭૦૦ વધુ

09 November, 2019 09:46 AM IST  |  New Delhi

અમેરિકાના એચ૧બી વિઝા માટે હવે ચૂકવવા પડશે ૭૦૦ વધુ

એચ૧બી વિઝા માટે થશે વધુ ખર્ચ

અમેરિકામાં કામ કરવા માટે જરૂરી વિઝા એચ૧બી માટે હવે ૭૦૦ રૂપિયા (૧૦ ડૉલર્સ) વધુ ચૂકવવા પડશે. હાલમાં આ વિઝા માટે ૩૨,૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે છે.
અમેરિકામાં નાગરિકત્વ મેળવવા અને કામકાજ કરીને કમાવા માટેની આ ફીમાં કરાયેલો વધારો ઇલેક્ટ્રૉનિક રજિસ્ટ્રેશનના કામમાં ઉપયોગી થઈ પડશે એવી જાહેરાત અમેરિકી પ્રવક્તાએ કરી હતી. યુએસસીઆઇએસના કાર્યકારી ડિરેક્ટર કેન કુસિનેલીએ કહ્યું કે આ પ્રયાસ દ્વારા અમે સિલેક્શન પ્રક્રિયાને વધુ પ્રભાવશાળી બનાવી શકીશું. ગેરકાયદે ઘૂસણખોરીને રોકવા, એવા બોગસ લોકોને પકડી પાડવા તેમ જ સાચા અરજદારોને પસંદ કરવાની અને ઇલેક્ટ્રૉનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં અમને આ ફી-વધારો કામ લાગશે. એચ૧બી વિઝા અમેરિકી કંપનીઓને વિદેશી નિષ્ણાતોને કામચલાઉ નોકરીએ રાખવામાં મદદ કરે છે.

new delhi united states of america