ગૌહત્યા વટહુકમને યોગી કૅબિનેટની મંજૂરી: દસ વર્ષની સજા, પાંચ લાખનો દંડ

11 June, 2020 09:52 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ગૌહત્યા વટહુકમને યોગી કૅબિનેટની મંજૂરી: દસ વર્ષની સજા, પાંચ લાખનો દંડ

ફાઈલ તસવીર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સીએમ યોગીના નિવાસસ્થાને યોજાયેલી કૅબિનેટની બેઠકમાં ઉત્તર પ્રદેશ ગૌહત્યા નિવારણ વટહુકમ-૨૦૨૦ પસાર કરવામાં આવ્યો હતો. આ વટહુકમ મુજબ હવે ગૌવંશને નુકસાન પહોંચાડવાના કેસમાં ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂપિયા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ જેવા કૃષિપ્રધાન રાજ્ય માટે ગૌવંશ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વધુમાં રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું કે શ્વેત ક્રાંતિના સપનાને સાકાર કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગૌહત્યા નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ લાવવામાં આવ્યો છે, જેથી રાજ્યમાંથી સારી પ્રજાતિની ગાયનું સ્થળાંતર અટકાવી શકાય.

uttar pradesh lucknow yogi adityanath