અક્ષય તૃતીયા પર ખૂલ્યા યમુનોત્રી ધામના દ્વાર, વડાપ્રધાન તરફથી થઈ પહેલી પૂજા

14 May, 2021 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય તૃતીયાના શુભ અવસરે યમુનાની ઉત્સવ ડોલીવે યમુનાના શીતકાલીન પ્રવાસ સ્થળ ખરસાલી (ખુશીમઠ)માં ભવ્ય સજાવટ કરવામાં આવી છે.

ચારધામ (ફાઇલ ફોટો)

વિશ્વ પ્રસિદ્ધ યમુનોત્રી ધામના દ્વાર અક્ષય તૃતિયાના અવસરે અભિજીત ચોઘડિયામાં બપોરે બરાબર 12.15 વાગ્યે ઉઘાડવામાં આવ્યા. અક્ષય તૃતીયાના શુભ અવસરે યમુનાની ઉત્સવ ડોલીવે યમુનાના શીતકાલીન પ્રવાસ સ્થળ ખરસાલી (ખુશીમઠ)માં ભવ્ય સજાવટ કરવામાં આવી છે. યમુના આરતી અને યમુના સ્તુતિ પછી યમુનાની ડોલીને લઈને તીર્થ પુરોહિત શનિ મહારાજના મંદિરમાં પહોંચ્યા. જ્યાંથી યમુના પોતાના ભાઈ શનિ મહારાજની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થયા. આ દરમિયાન ખરસાલીના ગ્રામીણોએ પોતાના ઘરથી દૂર ઊભા રહીને યુમનાજીના દર્શન કર્યા. સાથે જ મા યમુનાને પ્રાર્થના કરી કે જલ્દીથી કોરોના સંક્રમણ કાળ સમાપ્ત થાય અને દેશ વિદેશના શ્રદ્ધાળુઓ યમુનોત્રી ધામ સહિત અન્ય ધામોમાં આવી શકે.

યમુનોત્રી ધામના દ્વાર 12.15 વાગ્યે અભિજીત ચોઘડિયામાં ખોલવામાં આવ્યા. યમુનોત્રી ધામના કપાટ ખુલવાના શુભ પ્રસંગે પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી. આ માટે ચારધામ દેવસ્થાનમ બૉર્ડે 1101 રૂપિયાની રકમ પૂર્વ ઉપાધ્યક્ષ પવન ઉનિયાલના માધ્યમથી મંદિર સમિતિના અધ્યક્ષ તેમજ ઉપજિલાધિકારી ચતર સિંહ ચૌહાણને અપાવી.

આ અવસરે મંદિર સમિતિના સચિવ સુરેશ ઉનિયાલ, ઉપાધ્યક્ષ રાજસ્વરૂપ ઉનિયાલ, પૂર્વ ઉપાધ્યક્ષ પવન ઉનિયાલ, કોષાધ્યક્ષ પ્યારેલાલ ઉનિયાલ, પ્રવક્તા જયપ્રકાશ ઉનિયાલ, સહ સચિવ વિપિન ઉનિયાલ, સભ્યોમાં પ્રકાશ ઉનિયાલ, અંકિત ઉનિયાલ, પંકજ ઉનિયાલ, ભાગેશ્વર ઉનિયાલ, નિતિન ઉનિયાલ, અરવિંદ ઉનિયાલ, સચિદાનંદ વગેરે હાજર હતા.

તો, ગંગાની ડોલી 11.15 વાગ્યે મુખવાથી ગંગોત્રી માટે રવાના થઈ તેમજ રાત્રે આરામ ભૈરવ ઘાટીમાં કરશે. ગંગોત્રી ધામના કપાટ અક્ષય તૃતિયાની ઉદય વેળા પર 15 મેના સવારે સાત વાગ્યે ખુલશે. આ વખતે પણ કોરોના સંક્રમણને કારણે કોઇપણ શ્રદ્ધાળુને અનુમતિ નથી આપવામાં આવી. યમુનોત્રી ધામમાં 25 તીર્થ પુરોહિતો અને ગંગોત્રી ધામમાં 21 તીર્થ પુરોહિતોને પરવાનગી આપવામાં આવે.

national news yamuna narendra modi