આટલા દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદીને આપી જીતની શુભકામના

24 May, 2019 05:51 PM IST  |  દિલ્હી

આટલા દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદીને આપી જીતની શુભકામના

Image Courtesy: PTI

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે. દેશના નાગરિકો, ભાજપના કાર્યકર્તાઓ સહિત વિદેશના નેતાઓ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પથી લઈ ચીન અને પાકિસ્તાનના વડાપ્રધાને પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી છે.

કટ્ટર દુશ્મન પાકિસ્તાન તરફથી શુભેચ્છા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ મોદી માટે શુભકામના સંદેશ આપ્યો. ઈમરાન ખાને ટ્વિટમાં લખ્યું,'હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં તેમની અને તેમના સહયોગી પક્ષને જીત બદલ શુભકામના આપું છું. હું તેમની સાથે દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા તત્પર છું.'

 

શ્રીલંકાએ આપ્યા અભિનંદન

તો શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ પણ પોતાના સમકક્ષને અભિનંદન આપ્યા. વિક્રમસિંઘે ટ્વિટ કર્યું,'શાનદાર જી પર બધાઈ નરેન્દ્ર મોદી. અમે તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છીએ.'

નેતન્યાહુનું હિન્દીમાં ટ્વિટ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ તેમને અભિનંદન આપ્યા. નેતન્યાહુએ હિન્દીમાં ટ્વિટ કર્યું,'મારા મિત્ર નરેન્દ્ર મોદી, તમારી પ્રભાવશાળી જીત પર હાર્દિક બધાઈ. આ ચૂંટણી પરિણામ ફરી એકવાર દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં તમારા નેતૃત્વતેન સાબિત કરી રહ્યા છે. આપણે સાથે મળીને ભારત અને ઈઝરાયલ વચ્ચે મિત્રતા મજબૂત કરવા પ્રયત્ન કરીશું. ખૂબ જ સરસ મારા મિત્ર.'

મોદીના મિત્ર પુતિને પણ શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર ગણાતા એવા રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને પણ ભાજપની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેણે વડાપ્રધાન મોદીને ટેલિગ્રામ મોકલાવી ધન્યવાદ પાઠવ્યા છે.

મોદીના ખાસ મિત્રજાપાનના PM શિન્ઝોએ પણ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્રોમાં સ્થાન પામનાર જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ મોદીની જીતની શુભેચ્છા પાઠવી હતી. PM શિન્ઝો આબેએ મોદીને ફોન કરી ધન્યવાદ પાઠવ્યા હતા.

અફઘાનના પ્રેસિડન્ટ અશરફે પાઠવ્યા અભિનંદન

અફઘાનિસ્તાનના પ્રેસિડન્ટ અશરફ ઘાનીએ પણ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કરે કહ્યું કે, ભારતના મજબૂત જનાદેશ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધન્યવાદ. અફઘાનિસ્તાન સરકાર અને અહીંના લોકો બે લોકસત્તાના સંબંધોને વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ રહેશે.

ટ્રમ્પે આપી શુભેચ્છા

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કીરને કહ્યું પીએમ મોદી અને તેમના પક્ષ ભાજપને આ મોટી જીત માટે શુભકામનાઓ. પીએમ મોદીના સત્તાાં ફરીવાર આવવાથી અમેરિકા અને ભારતની પાર્ટનરશિપમાં મોટા કામ થશે.

ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીએ ભારતનાં પ્રધાનમંત્રીને ફોન કર્યો

ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કૉટ્ટ મોરિસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન પર 17મી લોકસભાની ચૂંટણીમાં તેમના વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતા. સ્કોટ મોરિસને ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ઓસ્ટ્રેલિયા સાથેના પોતાના સંબંધોને વધારે મબજૂત બનાવવાની બાબતને વિશેષ મહત્ત્વ આપે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સશક્ત અને જીવંત લોકશાહી છે તેમજ બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધો, ઉચ્ચ સ્તરીય સંપર્કો તથા લોકો વચ્ચેના ગાઢ સંબંધોને કારણે આપણા સંબંધોને જે વેગ મળ્યો છે એ આગળ જતા જળવાઈ રહેશે.

ભૂતાનનાં PM ડૉ. લોટે ત્શેરિંગે પ્રધાનમંત્રીને ફોન કરી અભિનંદન પાઠવ્યાં

ભૂતાનનાં PM મહામહિમ લિયોનચેન ડૉ. લોટે ત્શેરિંગે ફોન કરીને પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યાં હતા.પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગે ભારતમાં પ્રધાનમંત્રી શ્રી મોદીનાં મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે ભારત તેમનાં દૃષ્ટિકોણ અને નેતૃત્વમાં વધારે સફળતા પ્રાપ્ત કરશે. પીએમ મોદીએ શુભેચ્છા બદલ પ્રધાનમંત્રી લોટે ત્શેરિંગનો આભાર માન્યો હતો. તેમણે બંને દેશો વચ્ચેનાં વિશિષ અને ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધને વધારે મજબૂત કરવા અને ગાઢ બનાવવા ભૂતાનનાં પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરિંગ અને શાહી સરકાર સાથે કામ કરતા રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ 

ભૂતાનનાં રાજાએ પણ અભિનંદન પાઠવ્યાં

ભૂતાનનાં રાજા મહામહિમ જિગ્મે ખેસર નામ્ગ્યેલ વાંગચુકે પણ પીએમ મોદીને ફોન કરી જબરદસ્ત વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા. રાજાએ પ્રધાનમંત્રી શ્રી મોદીનાં નેતૃત્વમાં ભારતનાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી.

national news bharatiya janata party narendra modi donald trump imran khan