વર્લ્ડ બૅન્કે ગુજરાત માટે ૨૮.૩૨ અબજની લોન મંજૂર કરી

23 September, 2022 09:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આરોગ્યની સંભાળ તેમ જ બીમારીઓને ફેલાતી રોકવા પર ખાસ ફોકસ સાથે જાહેર આરોગ્ય સેવાઓ માટે ખર્ચ કરવા ગુજરાતને ૩૫ કરોડ અમેરિકન ડૉલરની લોન મંજૂર કરી છે

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ બૅન્કે ગઈ કાલે જણાવ્યું હતું કે એણે કિશોરીઓના આરોગ્યની સંભાળ તેમ જ બીમારીઓને ફેલાતી રોકવા પર ખાસ ફોકસ સાથે જાહેર આરોગ્ય સેવાઓ માટે ખર્ચ કરવા ગુજરાતને ૩૫ કરોડ અમેરિકન ડૉલર (૨૮.૩૨ અબજ રૂપિયા)ની લોન મંજૂર કરી છે. આ રકમનો સિસ્ટમ્સ રિફૉર્મ એન્ડેવર્સ ફૉર ટ્રાન્સફૉર્મ્ડ હેલ્થ અચીવમેન્ટ ઇન ગુજરાત પ્રોગ્રામ દ્વારા ઉપયોગ કરાશે.

national news world bank gujarat