મહિલાઓ આગામી વર્ષથી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાં જોડાઈ શકશે

14 October, 2021 08:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, મહિલાઓ આગામી વર્ષથી ભારતની અગ્રણી ટ્રાઇ-સર્વિસ પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ શકશે.

તસવીર/પીટીઆઈ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, મહિલાઓ આગામી વર્ષથી ભારતની અગ્રણી ટ્રાઇ-સર્વિસ પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ શકશે.

સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા પર શાંઘાઈ કૉઓપરેશન ઑર્ગેનાઈઝેશન આંતરરાષ્ટ્રીય વેબિનરમાં સંરક્ષણ પ્રધાને આ વાત કરી હતી. “મને એ જણાવતા આનંદ થાય છે કે આવતા વર્ષથી, મહિલાઓ અમારી મુખ્ય ટ્રાઇ સર્વિસ પ્રી-કમિશનિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાઈ શકશે.”

સંબોધન દરમિયાન, સંરક્ષણ પ્રધાને ઉમેર્યું હતું કે, લશ્કરી પોલીસમાં મહિલાઓની ભરતી ગયા વર્ષે શરૂ થઈ છે, જે એક સીમાચિહ્નરૂપ છે જેમાં મહિલાઓને આર્મીના રેન્ક અને ફાઈલમાં સામેલ કરવામાં આવે છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન સંરક્ષણ મંત્રાલય (MoD) દ્વારા કરવામાં આવ્યું છે. વેબિનાર બે સત્રોમાં કરવામાં આવ્યો છે. ‘કોમ્બેટ ઓપરેશન્સમાં મહિલાઓની ભૂમિકાઓનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય` પર પ્રથમ સત્ર, જેની અધ્યક્ષતા નાયબ ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (મેડિકલ) લેફ્ટનન્ટ જનરલ માધુરી કાનિતકરે કરી હતી.

ભારત ઉપરાંત ચીન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનના વક્તાઓએ પણ સત્રમાં ભાગ લીધો છે. વર્ષ 2020માં સભ્ય દેશોના પ્રતિનિધિઓની ભૌતિક હાજરી સાથે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કોવિડ-19 રોગચાળાને કારણે, હવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

છેલ્લા સાત વર્ષમાં, સરકારે ભારતીય સંરક્ષણ દળોમાં મહિલાઓ માટે વધુ તકો લાવવા તેમ જ મહિલાઓ અને પુરુષો માટે સેવાની સ્થિતિમાં સમાનતા ઊભી કરવા માટે ઘણા પગલાં લીધા છે. આજે, ભારતીય સંરક્ષણ દળોમાં મહિલાઓ મોટા પ્રમાણમાં સશક્ત છે, પછી તે ભારતીય સેના હોય, ભારતીય નૌકાદળ હોય કે ભારતીય વાયુસેના.

national news rajnath singh indian army defence ministry