મોદી આ વખતે લોકસભાની ચૂંટણી રાજકોટથી લડશે?

06 January, 2019 07:59 AM IST  |  | Rashmin Shah

મોદી આ વખતે લોકસભાની ચૂંટણી રાજકોટથી લડશે?

રાજકોટ બની શકે મોદીની બેઠક

અમેઠી ગાંધી પરિવાર માટે સો ટકા સલામત બેઠક છે. એવી જ રીતે રાજકોટ બેઠક પણ ભાજપ માટે સો ટકા સલામત બેઠક માનવામાં આવે છે. જૂના આંકડાઓ અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને જોઈને ગ્થ્ભ્ની કોર કમિટી ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી આગામી લોકસભામાં રાજકોટ બેઠક પરથી લોકસભાનું ઇલેક્શન લડે. યાદ રહે કે નરેન્દ્ર મોદી પોતાની લાઇફનું સૌથી પહેલું ઇલેક્શન અને ૨૦૦૧ની વિધાનસભાનું બાય-ઇલેક્શન રાજકોટથી લડ્યા હતા અને એ જીત્યા પછી તેઓ ક્યારેય ઇલેક્શનમાં હાર્યા નથી.

નરેન્દ્ર મોદી માટે વારાણસીની બેઠક સલામત છે તો એવી જ રીતે જગન્નાથ પુરીની બેઠક પણ તેમના માટે સેફ છે. આ બન્ને બેઠક પર ઓલરેડી સર્વે કરવામાં આવ્યા પછી પણ ગ્થ્ભ્ની કોર કમિટીને એવું લાગે છે કે એ બન્ને કરતાં પણ વધારે સારી બેઠક રાજકોટ છે. ૨૦૧૪ના લોકસભાના ઇલેક્શનના એક જ વર્ષ પછી ભાજપની કોર કમિટી રાજકોટને ‘ભાજપનું અમેઠી’ બનાવવાના મૂડમાં આવી ગઈ હતી અને એટલે જ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજકોટને ખોબો ભરીને સુવિધાઓ પણ આપવામાં આવી છે. સેકન્ડ ફેઝના સ્માર્ટ સિટી લિસ્ટમાં રાજકોટને સમાવવામાં આવ્યું તો સાથોસાથ રાજકોટને ઇન્ટરનૅશનલ ઍરર્પોટ, ગાંધી મ્યુઝિયમ અને હવે એઇમ્સ પણ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ઝારખંડ: PM મોદીએ કર્યો યોજનાઓનો શિલાન્યાસ

આ ઉપરાંત મહત્વનું ફૅક્ટર એ પણ છે કે મુખ્ય પ્રધાન રાજકોટના છે તો રાજકોટના ભૂતપૂર્વ વિધાનસભ્ય વજુભાઈ વાળા અત્યારે કર્ણાટકના ગર્વનર છે. આ પરિસ્થિતિ વચ્ચે બન્નેની નૈતિક ફરજ પણ બની જાય છે કે મોદીને રાજકોટથી ઐતહાસિક જીત અપાવવી. ભાજપની કોર કમિટીના એક મેમ્બરે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ઉત્તર પ્રદેશમાં ભાજપની પકડ થોડી ઢીલી પડી હોય એવું લાગે છે એટલે નરેન્દ્ર મોદી માટે પર્ફેક્ટ બેઠક શોધવાનું કામ ચાલે છે, જેમાં સંઘ અને ભાજપના સર્વે મુજબ મોદી માટે રાજકોટ સૌથી બેસ્ટ બેઠક છે.

narendra modi