PM મોદીને ઓલીનો ફોન, આજે ભારત-નેપાળ વચ્ચે મહત્વની બેઠક, જાણો વધુ

17 August, 2020 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

PM મોદીને ઓલીનો ફોન, આજે ભારત-નેપાળ વચ્ચે મહત્વની બેઠક, જાણો વધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નેપાળી વડાપ્રધાન કેપી શર્મા ઓલી

15 ઑગસ્ટના નેપાળ(Nepal)ના પીએમ કેપી શર્મા ઓલી(KP Sharma Oli)એ વડાપ્રધાન (Prime Minister Narendra modi)નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ ફોન કૉલ એવા સમયમાં કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં નેપાળ તરફથી સંબંધોની મર્યાદા તોડતાં નિર્ણયો લેવામાં આવ્યા છે.

ભારત અને નેપાળ વચ્ચે સોમવારે એક મહત્વની બેઠક થવાની છે. આમ તો આ બેઠકનું ફ્રેમવર્ક પહેલાથી જ નક્કી છે અને આની ભારત-નેપાળ વચ્ચેના વિવાદથી કોઇ લેવડદેવડ નથી. પણ હાલના માહોલમાં આનું મહત્વ વધી ગયું છે. આ પહેલા શનિવારે સ્વતંત્રતા દિવસના અવસરે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો.

આ વાતચીત બાદ બન્ને દેશોના સંબંધોને લઈને કૂટનૈતિક ભાષામાં સારી સારી વાતો કહેવામાં આવી છે પણ આ વિષેશ ફોન ખૉલનું વિશ્લેષણ આવશ્યક બને છે. આ રિપોર્ટમાં એ સમજવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે ઓલી દ્વારા મોદીને ફોન કૉલ કરવા પાછળનો રાજકારણીય હેતુ કયો છે.

15 ઑગસ્ટના નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. આ ફોન કૉલ એવા સમયમાં કરવામાં આવ્યો છે જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયામાં નેપાળ તરફથી સંબંધોની મર્યાદા તોડતાં નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉકસાવનારા નિવેદનો આવ્યા છે. તો શું એ માનવામાં આવે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી હવે ભારતને અંધારામાં રાખીને પોતાનો ચીન પ્રૉજેક્ટ ચાલું રાખી શકે કે પછી ખરેખર તેમને સમજાઇ ગયું છે કે ભારત સાથે નેપાળના સંબંધો ખૂબ જ સારા છે તો તેણે આ સંબંધો તોડવા જોઈએ કે શું?

nepal international news india narendra modi