#BoycottFood ટ્વીટરમાં કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે?

27 November, 2020 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

#BoycottFood ટ્વીટરમાં કેમ ટ્રેન્ડ થઈ રહ્યું છે?

તસવીર સૌજન્યઃ ટ્વીટર

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ગઈ કાલે દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી હતી. પંજાબની પાસે આવેલી હરિયાણા બોર્ડર પર ગુરુવારે હિંસક દેખાવ થયા હતા. પંજાબના પ્રદર્શનકારીઓએ હરિયાણા બોર્ડર પર બેરિકેડ્સ નદીમાં ફેંકી દીધા અને પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે દેખાવકારીઓને કંટ્રોલ કરવા માટે પાણીથી અટેક અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિનાથી રસ્તા પર છે.

કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માગણીઓ રાખવા માટે 'દિલ્હી ચલો' માર્ચમાં સામેલ હરિયાણા અને પંજાબના ખેડૂતોને દેશની રાજધાની દિલ્હીમાં પ્રદર્શન કરવાની મંજૂરી મળી ગઈ છે. ખેડૂત સંગઠનોએ પણ તેની પુષ્ટી કરી છે.

દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલે જણાવ્યું, "ખેડૂત નેતાઓ સાથે વાતચીત બાદ, દિલ્હી પોલીસે ખેડૂતોને દિલ્હીમાં આવીને પ્રદર્શન કરવાની મંજૂરી આપી દીધી છે."

આ પણ વાચોઃ ગઈ કાલે આવુ હતુ આંદોલનનું ઉગ્ર સ્વરૂપ

"ખેડૂતો દિલ્હીના બુરાડીમાં આવેલા નિરંકારી સમાગમ મેદાનમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી શકે છે. અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ વ્યવસ્થા ભંગ ના કરે જેથી બીજા લોકોને તકલીફ ના થાય." કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ સુધારા કાયદા સામે વિરોધ કરવા દિલ્હી આવવા આગળ વધી રહેલા ખેડૂતોને રોકવા માટે દિલ્હી-હરિયાણા બૉર્ડર પર ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવામાં સોશ્યલ મીડિયામાં આ આંદોલનનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે ગઈ કાલથી ખૂબ હિંસા થઈ રહી છે. તેથી ટવીટરમાં #BoycottFood વાયરલ થઈ રહ્યુ છે.

યુઝર્સ આ હૅશટેગથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, તેમ જ ઘણા યુઝર્સ મજાકમાં પણ ઘણા ઉંડાણપૂર્વક સંદેશ આપી રહ્યા છે.

સપ્ટેમ્બરમાં સરકારે કૃષિ સુધારા માટે 3 કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરેન્સ એન્ડ ફાર્મ સર્વિસેસ એક્ટ અને ધ એસેન્શિયલ કમોડિટીઝ(અમેન્ડમેન્ટ)કાયદો બનાવ્યો હતો.

જેના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂત છેલ્લા બે મહિનામાં રસ્તા પર છે.ખેડૂતોને લાગે છે કે સરકાર ટેકાના ભાવને નાબૂદ કરવાની છે, જ્યારે વડાપ્રધાન પોતે આ વાતને નકારી ચુક્યા છે.

national news twitter