મહામારીમાં ચૂંટણી યોજી જ કેમ? : પંચ પર અદાલતના પ્રહાર

13 May, 2021 02:16 PM IST  |  Lucknow | Agency

અલાહાબાદ વડી અદાલતે કોવિડ-19ની મહામારી વચ્ચે કેટલાંક રાજ્યોની વિધાનસભાઓ અને ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીઓ યોજવાની પરવાનગી આપવા બદલ ચૂંટણી પંચ, સરકાર અને કેટલીક ઉચ્ચ અદાલતોની ટીકા કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

અલાહાબાદ વડી અદાલતે કોવિડ-19ની મહામારી વચ્ચે કેટલાંક રાજ્યોની વિધાનસભાઓ અને ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીઓ યોજવાની પરવાનગી આપવા બદલ ચૂંટણી પંચ, સરકાર અને કેટલીક ઉચ્ચ અદાલતોની ટીકા કરી હતી. આ બધાં તંત્રો ચૂંટણીના આયોજનનાં નુકસાનકારક પરિણામોનો આગોતરો અંદાજ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

ગાઝિયાબાદના એક બિલ્ડરની ‘વિશેષ કારણોસર’ વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિના સુધી ધરપકડ સામે રક્ષણ રૂપે આગોતરા જામીન મંજૂર કરતાં અલાહાબાદ વડી અદાલતના ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ વર્માની સિંગલ જજ બેન્ચે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ૧૮ પાનાંના આદેશમાં પંચાયતોની ચૂંટણીઓમાં કોરોના રોગચાળો ઉત્તર પ્રદેશનાં ગામડાંમાં અંદર સુધી પહોંચી ગયો, એ બાબતનું વર્ણન અેક અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. 

allahabad national news coronavirus covid19