ઑક્સીજન સપ્લાય અટકાવનારને `અમે લટકાવી દેશું` - દિલ્હી હાઇકૉર્ટ

24 April, 2021 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના હૉસ્પિટલોમાં દાખલ કોરોના દર્દીઓ માટે ઑક્સીજન સંકટ અંગે હાઇકૉર્ટમાં સુનાવણી કરી. કૉર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે દિલ્હીને કેટલું ઑક્સીજન મળશે, તેની માહિતી આપે.

પ્રતીકાત્મક તસવીર

દેશની રાજધાની દિલ્હીના હૉસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓને ઑક્સીજન ન મળવાની ઘટના ગંભીર થતી જઈ રહી છે. ખાસકરીને ઑક્સીજનની અછતને કારણે સતત થતા મૃત્યુ થકી મહામારીની ગંભીરતા હજી વધતી જાય છે. આને ધ્યાનમાં રાખતા દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે શનિવારે કહ્યું કે જો કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક પ્રશાસનો કોઇ અધિકારી ઑક્સિજનની આપૂર્તિમાં અડચણ પેદા કરે છે તો, "અમે તે વ્યક્તિને લટકાવી દેશું." ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ રેખા પલ્લીની પીઠ તરફથી ઉક્ત ટિપ્પણી મહારાજા અગ્રસેન હૉસ્પિટલની એક યાચિકા પર સુનાવણી દરમિયાન આવી છે. હૉસ્પિટલે ગંભીર રૂપે બીમાર કોવિડ દર્દીઓ માટે ઑક્સીજનની અછતને લઈને ઉચ્ચ ન્યાયાલય તરફ વલણ કર્યું છે.

દિલ્હી હાઇકૉર્ટમાં ઑક્સીજન સંકટ મામલે થયેલ સુનાવણી દરમિયાન હૉસ્પિટલોમાં ઑક્સીજનની અછત પર નારાજગી વ્યક્ત કરી. કૉર્ટે દિલ્હી સરકારથી કહ્યું કે તે જણાવે કે કોણ ઑક્સીજનની આપૂર્તિ અટકાવે છે. પીઠે કહ્યું કે, "અમે તે વ્યક્તિને લટકાવી દેશું. અમે કોઈને પણ છોડીશું નહીં." કૉર્ટે દિલ્હી સરકારને કહ્યું કે તે સ્થાનિક પ્રશાસનના એવા અધિકારીઓ વિશે કેન્દ્રને પણ જણાવ્યા જેથી તે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. ઉચ્ચ ન્યાયાલયે કેન્દ્રને પણ પ્રશ્ન કર્યો કે દિલ્હી માટે નક્કી કરેલ પ્રતિદિવસ 480 મીટ્રિક ટન ઑક્સીજન તેને ક્યારે મળશે?

કૉર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે દિલ્હીના લોકોને સમયસર ઑક્સીજન મળે, આ માટે સરકાર પોતાના પ્લાન્ટ કેમ નથી લગાડતી. તો, કૉર્ટે કેન્દ્ર પાસેથી પણ એ માહિતી માગી છે કે દિલ્હીને કેટલું ઑક્સીજન મળશે અને કેવી રીતે આવશે, આ વિશે જણાવે.

રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ: કેન્દ્ર સરકાર

કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સાંઘીએ કહ્યુ કે, અમે કેટલાય દિવસોથી સુનાવણી કરી રહ્યા છીએ. દરરોજ એક જ જેવી વાત સાંભળવા મળી રહી છે. વર્તમાનપત્ર અને ચેનલોમાં બતાવવામાં આવી રહ્યું છે કે સ્થિતિ ગંભીર છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, સરકાર જણાવે કે દિલ્હીને કેટલો ઑક્સીજન મળશે અને કેવી રીતે મળશે. આ અંગે કેન્દ્ર સરકારના વકીલે કહ્યુ કે, અમારા અધિકારીઓ 24 કલાક કામ કરી રહ્યા છે. રાજ્યો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. અમે રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

national news delhi high court coronavirus covid19