ભગવંત માનને જર્મનીએ પ્લેનમાંથી કેમ ઉતાર્યા? કેન્દ્ર સરકાર કરશે તપાસ 

21 September, 2022 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુખબીર સિંહ બાદલે ભગવાન માન પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે તેઓ એટલા બધા નશામાં ધુત હતા કે ચાલી શકે એમ જ નહોતા, પરિણામે તેમને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા.

ભગવંત માન

નવી દિલ્હી : નશામાં ધુત હોવાને કારણે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનને જર્મનીથી દિલ્હી આવતી ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાના વિવાદમાં કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન માધવરાવ સિંધિયાએ કહ્યું હતું કે આ મામલે તેઓ તપાસ કરશે તેમ જ લુફ્થાન્સા ઍરલાઇન્સ પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે. 
સોમવારે શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ભગવાન માન પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે તેઓ એટલા બધા નશામાં ધુત હતા કે ચાલી શકે એમ જ નહોતા, પરિણામે તેમને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા. આ બધી ઘટનાને કારણે વિમાન ચાર કલાક મોડું થયું હતું. 
પંજાબના મુખ્ય પ્રધાન રાજ્યમાં રોકાણ લાવવા માટે ૧૧થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન જર્મની ગયા હતા અને સોમવારે પાછા ફર્યા હતા. લુફ્થાન્સા ઍરલાઇન્સે વિમાન મોડું ઊપડવાનું કારણ આપતાં કહ્યું હતું કે ‘વિમાન બદલવાને કારણે ફ્લાઇટમાં વિલંબ થયો હતો. ભગવંત માન નશામાં હતા કે નહીં એ મામલે તેઓ ડેટા સુરક્ષાનાં કારણોસર વ્ય​ક્તિગત મુસાફરોની માહિતી ન આપી શકીએ એવું જણાવ્યું હતું.’ 

national news punjab