મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો એમાં કૉન્ગ્રેસ પરેશાન છે : મોદી

04 May, 2019 01:45 PM IST  |  કરૌલી | જી.એન.એસ.

મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો એમાં કૉન્ગ્રેસ પરેશાન છે : મોદી

ફાઈલ ફોટો

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘પાંચ વર્ષ પહેલાં સમગ્ર દેશે, રાજસ્થાને એક ભરોસા સાથે પોતાના આ સેવકને દેશ માટે કામ કરવાની તક આપી હતી. રાષ્ટ્રવાદથી ઓતપ્રોત આ માટીની એક-એક વ્યક્તિએ એમ વિચારીને કે દુનિયામાં ભારતની ધાક વધે એટલે તમામ બેઠકો ભાજપને આપી હતી.’ તેમણે કહ્યું કે ‘આજે સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. બે દિવસ અગાઉ જ ભારતના મોટા દુશ્મન મસૂદ અઝહરને દુનિયાની સૌથી મોટી સંસ્થાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો અને એમાં કૉન્ગ્રેસને પરેશાની છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનો આ આકા વર્ષોથી ભારતને ઘા પર ઘા આપી રહ્યો હતો.’

આ પણ વાંચો: ભારતને મળી મોટી સફળતા, આતંકી મસુદ અઝહર વૈશ્વિક આતંકી જાહેર

પાકિસ્તાને મસૂદ અઝહરની સંપત્તિ સીલ કરી, પ્રવાસ પર પણ પ્રતિબંધ

આંતકવાદી જાહેર કરાયા પછી પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સાથે જ તેના વિદેશ આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાની ઑફિસરોને નર્દિેશ આપવામાં આવ્યા કે, મસૂદ વિરુદ્ધ લગાવેલા પ્રતિબંધોને સંપૂર્ણ રીતે અમલમાં લાવવામાં આવશે. અઝહર પર હથિયારોનાં વેચાણ-ખરીદી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

narendra modi abhinav mukund