પ.બંગાળ રથયાત્રા મામલોઃભાજપ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

26 December, 2018 08:16 PM IST  | 

પ.બંગાળ રથયાત્રા મામલોઃભાજપ પહોંચ્યું સુપ્રીમ કોર્ટ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં ભાજપની રથયાત્રાનો મામલો ગરમાઈ રહ્યો છે. મમતા બેનર્જીની સરકારે અમિત શાહ અને ભાજપની રથયાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાવાનો દાવો કર્યો છે. સાથે જ પશ્ચિમ બંગાળ સરકારે આ યાત્રાને મંજૂરી પણ નથી આપી. જે બાદ મામલો કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યો હતો. કોલકાતા હાઈકોર્ટે પણ સરકારનો નિર્ણય યથાવત રાખ્યો છે.

પશ્ચિમ બંગાળની સરકારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ધરાર ના પાડી દીધી હતી. આથી ભાજપે સુપ્રિમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે અને અરજન્ટ હિયરીંગની માંગણી કરી છે. રથયાત્રાને મંજૂરી ન મળતા ભાજપનાં નેતા કૈલાશ વિજયવર્ગિયે કહ્યું કે, 'પશ્ચિમ બંગાળે મંજૂરી ન આપતા અમે આ મામલે ઉચ્ચ ન્યાયાલયમાં જઇશું.

પશ્ચિમ બંગાળનાં એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, અમિત શાહની યાત્રાથી વાતાવરણ ડહોડાઇ શકે છે. કૂચબિહાર જિલ્લાનાં પોલીસ અધિક્ષકે અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ના પાડી દીધી છે. કેમ કે, આ યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ 7 ડિસેમ્બરથી બંગાળનાં કૂચબિહારથી લોકશાહી બચાવો રેલી યોજવાના હતા. આ રેલી 42 લોકસભા બેઠકોમાંથી પસાર થવાની હતી. જો કે, મમતા બેનર્જીની સરકારે આ રેલીને મંજૂરી આપી નથી.

amit shah mamata banerjee bharatiya janata party