મમતા એનઓસી વગર ધરણા પર બેસી ગયાં

14 April, 2021 10:12 AM IST  |  Kolkata | Agency

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચાર પર લગાવેલા ૨૪ કલાકના પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરતાં ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ધરણા પર બેઠાં હતાં.

કલકત્તામાં ગાંધી પ્રતિમા સામે ધરણા પર બેસેલાં મમતા બૅનરજી. પી.ટી.આઇ.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રચાર પર લગાવેલા ૨૪ કલાકના પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કરતાં ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ધરણા પર બેઠાં હતાં. કલકત્તાના મેયો રોડ પર આવેલા ગાંધીજીની પ્રતિમા સામે સવારે ૧૧.૪૦ વાગ્યે અહીં આવ્યાં હતાં. તેમની બાજુમાં ટીએમસીના કોઈ નેતા અને કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું નથી. કેન્દ્રિય સુરક્ષા દળોના જવાનો સામે મમતાએ કરેલા આક્ષેપોને કારણે ચૂંટણી પંચ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણયને મમતાએ ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક ગણાવ્યો હતો.
 
દરમ્યાન આ સમગ્ર વિસ્તાર લશ્કરના આધિપત્ય હેઠળ આવે છે, પરંતુ હજી ટીએમસી દ્વારા અહીં બેસવા માટે એનઓસી મેળવવામાં આવ્યું નથી.

west bengal kolkata mamata banerjee national news