10 June, 2025 07:03 AM IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળમાંથી હેવાનિયતભર્યું કૃત્ય (West Bengal Crime) સામે આવ્યું છે. નોર્થ ૨૪ પરગણા વિસ્તારમાં એક યુવતી સાથે મા અને દીકરાએ મળીને ખૂબ અત્યાચાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. મા-દીકરા પર એવો આરોપ છે કે તેઓએ યુવતીને પોર્ન વિડિયોઝ શૂટ કરવા માટે દબાણ કર્યું હતું. જ્યારે યુવતીએ આ અશ્લીલ કૃત્ય માટે ના પાડી તો તેઓએ તેને છ મહિના સુધી ગોંધી રાખી હતી. અને તેની પર જુલમ ગુજાર્યો હતો.
હાલમાં પીડિતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. કારણકે તેના અંગો પર ઘણો જુલમ (West Bengal Crime) કરવામાં આવ્યો છે. તેને ગંભીર ઇજાઓ થઈ છે. શ્વેતા ખાન અને તેના દીકરા આર્યન ખાને એક યુવતીને છ મહિના સુધી એક ફ્લેટમાં ગોંધી રાખી હતી. તેટલું જ નહીં લોખંડના સળિયાથી તેને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો અને તેને અનેક દિવસો સુધી ભૂખી રાખવામાં આવી હતી. જેને કારણે મહિલાની હાલત ખૂબ જ ગંભીર છે. હાલમાં તેની સાગર દત્ત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે પીડિતાને એ હદ સુધી યાતનાઓ આપવામાં આવી છે કે હવે તે ઊભી પણ થઈ શકવા સમર્થ રહી નથી. લોખંડના સળિયાથી અનેકોવાર તેની પર હુમલાઓ કરવામાં આવ્યા હોવાને કારણે પીડિતાના માથા, પગ અને પીઠ પર ભારે ઇજાઓ પહોંચી છે.
આ યુવતી પહેલાં કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કામ કરતી હતી. પરંતુ વધારે આવક માટે તે બીજી નોકરી શોધી રહી હતી. એવામાં જ તે હાવડા જિલ્લાના રહેવાસી આર્યનના સંપર્કમાં આવી હતી. આર્યને આ યુવતીને વધારે પગારવાળી નોકરી અપાવીશ એમ કરીને હાવડામાં બોલાવી હતી. પોતાને વધારે પગારધોરણ સાથેની જોબ મળશે એ આશાએ તે હાવડા પહોંચી ત્યારે તેને એક ફ્લેટમાં બંધક (West Bengal Crime) બનાવી દેવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી હાવડા પહોંચી ત્યારબાદ આર્યન અને તેની માતા શ્વેતા ખાને યુવતીને પોર્ન વીડિયો શૂટ કરવા અને બાર ડાન્સર તરીકે કામ કરવા માટે દબાણ કર્યું હતું. જ્યારે યુવતીએ આ અશ્લીલ કામ કરવાની ના ફરમાવી ત્યારે આર્યન અને શ્વેતા ખાને યુવતીને લોખંડના સળિયાથી મારવાનું શરૂ કર્યું કે તે માની જાય. એ હદ સુધી ઢોર માર મારવામાં આવ્યો કે પીડિતાના હાથ અને પગમાં ઇજાઓ થઈ અને તે ચાલવા તો શું ઊભી થવા પણ સક્ષમ ન રહી. એવો પણ આરોપ છે કે યુવતીને અજાણ્યા લોકો સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે ના પાડી ત્યારે સિગારેટના ડામ પણ આપવામાં આવ્યા. છ મહિના સુધી ગોંધી રાખવામાં આવી. ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતું.
મહિનાઓ સુધી અત્યાચાર (West Bengal Crime) સહન કર્યા પછી યુવતીને ફ્લેટમાંથી છટકવામાં સફળતા મળી. ત્યારબાદ તેણે પોતાના પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો. તેના પરિવારે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ, આર્યન અને તેની માતા ત્યાંથી ફરાર થઈ ગયાં છે. તે બંનેની શોધખોળ ચાલી રહી છે.