મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના રાજીનામાનો પાર્ટીએ કર્યો અસ્વીકાર

26 May, 2019 11:59 AM IST  | 

મુખ્ય પ્રધાન મમતા બૅનરજીના રાજીનામાનો પાર્ટીએ કર્યો અસ્વીકાર

ફાઈલ ફોટો

લોકસભા ચૂંટણીનાં પરિણામમાં પશ્ચિમ બંગાળમાં બીજેપીએ સપાટો બોલાવતાં મમતા બૅનરજીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. પશ્ચિમ બંગાળની ૪૨ સીટોમાંથી ૧૮ સીટો બીજેપીને મળી હતી. પશ્ચિમ બંગાળમાં બીજેપીને પ્રચંડ જનમત મળતાં મમતા બૅનરજીએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. મમતાએ કહ્યું કે, 'હું સીએમ રહેવા માગતી નથી.'

મમતા બૅનરજીએ શનિવારે સાંજે પ્રેસ કૉન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર બાદ હું સીએમ રહેવા નથી માગતી. મેં સીએમ પદેથી રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો છે. હું ધ્રુવીકરણમાં વિશ્વાસ નથી કરતી. મને મારી ખુરશીની પરવા નથી.

આ પણ વાંચો: સુરતની ઘટના પછી ગુજરાતભરના 32 ક્લાસ સીલ ને 550થી વધારે ક્લાસિસને નોટિસ

તેઓએ કહ્યું કે, કેન્દ્રીય શક્તિઓ અમારા વિરુદ્ધ કામ કરી રહી છે. ઈમર્જન્સીની સ્થિતિ સમગ્ર દેશમાં તૈયાર કરાઈ છે. સમાજને હિન્દુ અને મુસ્લિમમાં વિભાજિત કરી દેવામાં આવ્યો છે. અમે ચૂંટણીપંચને કેટલીય વાર ફરિયાદ કરી, પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.

mamata banerjee national news gujarati mid-day