હવામાન વિભાગની ચેતવણી : ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો વર્તાશે કેર

31 May, 2019 11:21 AM IST  |  મુંબઈ

હવામાન વિભાગની ચેતવણી : ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનો વર્તાશે કેર

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી સાથે ગરમ હવા (લૂ)થી આગામી બે-ત્રણ દિવસમાં કોઈ જ રાહત નહીં મળે. આઇએમડીના કહેવા પ્રમાણે આંદામાન પર થોડા દિવસ સુધી સુસ્તી બની રહ્યા બાદ હવે દક્ષિણ-પãમમાં ચોમાસું સક્રિય થઈ રહ્યું છે, જે આગામી બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તર આંદામાન સાગર તરફ આગળ વધવાની સંભાવના છે. આ વર્ષે છઠ્ઠી જૂનના રોજ કેરળમાં ચોમાસું દસ્તક દેશે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

બીજી તરફ રાજસ્થાનમાં કાળઝાળ ગરમી અને લૂને કારણે જનજીવન પર અસર પડી છે. ચુરુમાં મહત્તમ તાપમાન ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે સામાન્યથી ચાર ડિગ્રી વધારે છે. રાજ્યના પãમ વિસ્તારમાં કાળઝાળ ગરમી અને લૂને કારણે સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. બિકાનેર અને શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં ૪૫.૫ ડિગ્રી, કોટામાં ૪૫.૩ ડિગ્રી અને બાડમેરમાં ૪૫.૨ સેલ્સિયસ તાપમાન છે. વિદર્ભ ક્ષેત્રમાં ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તેલંગણામાં પણ સતત ગરમી પડી રહી છે, જ્યારે અબિદાબાદ શહેરમાં પણ સતત બીજા દિવસે તાપમાન ૪૬.૩ ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચોઃ તપી રહ્યું છે ગુજરાત, હજુ ચાર દિવસ આકરી ગરમી કરવી પડશે સહન

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી ચાલુ રહેશે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે તેમ જ દિવસમાં તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સહિત દક્ષિણનાં અમુક રાજ્યોમાં વરસાદ પડવાની સંભાવના છે.

national news delhi