આગામી 5 દિવસમાં આટલી જગ્યાએ પડશે વરસાદ

03 June, 2019 06:35 PM IST  | 

આગામી 5 દિવસમાં આટલી જગ્યાએ પડશે વરસાદ

પ્રતીકાત્મક તસવીર

જૂન મહિનો શરૂ થઇ ગયો છે ત્યારે એમ કહેવાય કે જાણે ચોમાસું આવવામાં જ છે અને ગરમીના દિવસો જવામાં છે ત્યારે છેલ્લો તાપ સહી લેવાનો છે અને વરસાદની આગાહીઓ થવા લાગે છે. પરંતુ અત્યારે ગુજરાત સહીત તમામ રાજ્યમાં ગરમીનો પારો ઉચો છે. ત્યારે રાજ્યમાં અમુક સ્થળે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો જાણીએ ક્યાં વધશે ગરમી અને ક્યાં રહેશે વાતાવરણ ભેજવાળું.

5 દિવસ બાદ દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ બાદ દેશમાં કેટલાક રાજ્યોમાં ચોમાસું શરૂ થવાનું છે. તો બીજી તરફ આગામી 5 દિવસમાં ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે એવા પણ રાજ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં મહત્તમ તાપમાન આગામી 4 દિવસોમાં 2-4 ડિગ્રી વધી શકે છે. જ્યારે દક્ષિણ પ્રાયાદ્વીપમાં તાપમાન સામાન્યથી 2-3 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. ઊચ્ચતમ તાપમાનમાં પણ આગામી 2-3 દિવસમાં કોઈ જ રાહત મળવાની શક્યતા નથી.

ક્યા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી છે
વરસાદ થવાની શક્યતા ધરાવતા સ્થળોમાં નાગાલેન્ડ, મણિપુર , મિજોરમ, ત્રિપુરા, આસામ અને મેધાલયના નામ સામેલ છે. જ્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં વાવાઝોડું સર્જાય પણ સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે આ રાજ્યોમાં 3 જુનની આસપાસ વરસાદ પડી શકે છે.

આ રાજ્યોમાં ગરમ પવન ફુકાવાની શક્યતા
તો બીજી તરફ ઉત્તર અને પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મૂ-કાશમીર, હિમાચલ પ્રદેશ, પંજાબ હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર, કચ્છ, વિદર્ભ અમે મરાઠાવાડમાં વાતાવરણમાં ગરમી જોવા મળશે.

5 જૂને વાતાવરણમાં થોડો પલટો થતા કેરળ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા જોવા મળી છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. વિદર્ભ, રાજસ્થાન, એમપી, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ગરમ પવન રહેશે.

6 જૂને પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. વિદર્ભ, રાજસ્થાન, એમપી, આંધ્રપ્રદેશ, તેલંગણામાં ગરમીનો પારો ઉંચો જ રહેશે. તો બંગાળ, કર્ણાટક, તમિલનાડૂ, પોંડિચેરી, લક્ષદ્વીપ અને કેરળમાં થઇ શકે છે વરસાદ.

આ પણ વાંચો : ગરમીથી સળગી રહ્યું છે સૌરાષ્ટ્ર, હજી વધવાનું છે તાપમાન

7 અને 8 જૂને બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, તમિલનાડુ, પોંડિચેરી, લક્ષદ્વીપ, કેરળમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડું આવી શકે છે. વિદર્ભ, રાજસ્થાન, એમપી, આંધ્રપ્રદેશ, તેલંગણમાં આ દિવસે પણ ગરમી જેમની તેમ રહેશે.

mumbai weather national news