ગરમીથી સળગી રહ્યું છે સૌરાષ્ટ્ર, હજી વધવાનું છે તાપમાન

Published: Jun 02, 2019, 14:20 IST | ગાંધીનગર

જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે. લોકો હવે ઝડપથી ચોમાસુ બેસે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્યમાં ચોમાસુ તો દૂરની વાત છે, હજી ગરમી ઘટવાનું નામ નથી લઈ રહી.

જૂન મહિનો શરૂ થઈ ચૂક્યો છે. લોકો હવે ઝડપથી ચોમાસુ બેસે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે રાજ્યમાં ચોમાસુ તો દૂરની વાત છે, હજી ગરમી ઘટવાનું નામ નથી લઈ રહી. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા બે દિવસથી તાપમાન વધ્યું છે. આકાશમાંથી પડતા અંગારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી સુધી પહોંચ્યો તો, સુરેન્દ્રનગર 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણાં આકરી ગરમી પડી રહી છે. જો કે આગામી દિવસોમાં હજીય ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી દેખાઈ રહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોરાષ્ટ્માં આગામી 24 કલાકમાં ગરમી હજી વધી શકે છે. ખાસ કરીને અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં ગરમી વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વધતા તાપમાન તેમજ ગરમીના પગલે આરોગ્ય તંત્રએ ખાસ સૂચના આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ સિવાય બપોરે 12થી 4 દરમિયાન બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં પણ રાજ્યમાં આકરી ગરમી પડી હતી. હવે જૂન મહિનાની શરૂઆતમાં જ ગરમીએ રૌદ્ર સ્વરૂપ બતાવતાં પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. રાજ્યના સંખ્યાબંધ શહેરમાં ગરમીનો પોતાનો કહેર વર્તાવી રહી છે. ગરમીની અસર એટલી છે કે બપોરનાં સમયે રસ્તાઓ પણ સૂમસામ થઈ રહ્યા છે. શનિવારે પણ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું. ડીસામાં 42.8, ગાંધીનગરમાં 44.5, વડોદરામાં 41, સુરત અને ભાવનગરમાં 40, રાજકોટમાં 44.5 જ્યારે સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ લંબાઈ શકે છે વેકેશન, શિક્ષણ પ્રધાનને કરાઈ રજૂઆત

ફક્ત ગુજરાત જ નહીં દેશના મોટા ભાગના વિસ્તારો પણ ગરમીની સામે ઝઝૂમી રહ્યા છે. શનિવાર દિવસ આ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હી, લખનઉ, જયપુર, હૈદરાબાદ અને ચંદીગઢ સહિત 145 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. દેશભરમાં સરેરાશ તાપમાન 5થી 7 ડિગ્રી વધુ નોંધાયું સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ગંગાનગરમાં હતું. ગંગાનગરમાં 49.6 ડિગ્રીથી વધુ સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK