હવામાન એલર્ટઃ ક્યાંક વાવાઝોડું તો ક્યાંક આવશે ધૂળની આંધી

29 April, 2019 12:16 PM IST  | 

હવામાન એલર્ટઃ ક્યાંક વાવાઝોડું તો ક્યાંક આવશે ધૂળની આંધી

ફની વાવાઝોડાના કારણે એલર્ટ

ચક્રવાતી તોફાન ફનીને લઈને ફરી હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 6 કલાકમાં ફની વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 1 મે સાંજ સુધી ઉત્તર-પશ્ચિમ તરફથી વધશે અને ત્યારબાદ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એક તરફ દક્ષિણમાં વરસાદી માહોલ છે ત્યારે દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ધૂળવાળુ વાતાવરણ સર્જાયું છે. જેને કારણે આ રાજ્યોમાં ગરમી વધવાની સંભાવના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાવાઝોડા વિશે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને આ વાવાઝોડાને લઈને સતર્ક રહેવા જણાવ્યું હતું. આ સાથે જ વાવાઝોડાને લઈને બનતી સહાયતા પ્રદાન કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ પ્રભાવિત રાજ્યોની સરકારો સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો છે. જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં બનેલા દબાવના કારણે ચક્રવાતી તોફાન ફનીને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ અનુસાર કેરળ, તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળશે.

આ પણ વાંચો: ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની સાસરે પહોંચતા થયો હાઈવોલ્ટેજ ડ્રામા

એક તરફ દક્ષિણમાં વાવાઝોડાના કારણે તોફાનનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી બાજુ દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યોમાં ધૂળની ડમરીઓ ઉઠી રહી છે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનો માહોલ વધી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં વધતા પારાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરાયું હતું.